(એજન્સી) તા.ર૪
આશ્ચર્યજનક મામલામાં ભાજપ શાસિત હિમાચલ પ્રદેશમાં એક ગરીબ પરિવારને સ્માર્ટફોન ખરીદવા માટે પોતાના આવકના સ્ત્રોત ગાય વેચવી પડી. ગાય માત્ર ૬૦૦૦ રૂપિયામાં વેચાણી છે. અનુસૂચિત જાતિના વ્યક્તિ કુલદીપ કુમારને પોતાના બાળકોના ઓનલાઈન અભ્યાસ માટે સ્માર્ટફોન ખરીદવો જરૂર હતો. કુલદીપ કુમાર કાંગડા જિલ્લાના જવાલાભુખી તાલુકાના ગુમ્મર ગામમાં એક ગૌશાળામાં રહે છે. તેમની દીકરી અનુ અને પુત્ર વંશ એક સરકારી સ્કૂલમાં ક્રમશ ચોથા અને બીજા ધોરણમાં ભણે છે. જેવું કે સંપૂર્ણ રાજ્યની સ્કૂલોએ મહામારીને ધ્યાનમાં રાખતા ઓનલાઈન કલાસ શરૂ કરી છે. આવામાં તેમની પાસે સ્માટફોન અને ઈન્ટરનેટ ના હોવાથી બાળકો ભણી શકતા નહતા. કુલદીપે જણાવ્યું કે હું બાળકોનો અભ્યાસ જારી રાખવા માટે જ્યારે સ્માર્ટફોન ખરીદી શકયો ન હતો તો મેં પોતાની એક ગાયને ૬૦૦૦ રૂપિયામાં વેચવાનો નિર્ણય લીધો. જ્યારે તે દૂધ વેચીને પોતાની આજીવિકા કમાય છે અને તેની પત્ની એક દાડિયા મજૂર છે. જો કે ગાય વેચતા પહેલા કુમાર સ્માર્ટફોન ખરીદવા માટે લોન લેવા બેંકો અને ખાનગી લોનદાતાઓ પાસે પણ ગયા હતા. જો કે સમસ્યા અત્યારે પણ યથાવત છે. કારણ કે એક ફોનથી બે બાળકો અભ્યાસ કરી શકતા નથી. કુલદીપ કુમારને તે લાભ મળી રહ્યો નથી જે ગરીબોને મળે છે. જ્યારે સ્થાનિક ભાજપ ધારાસભ્ય રમેશ ધવાલાને કુમારની ખરાબ નાણાકીય સ્થિતિથી અવગત કરાવવામાં આવ્યા તો તેમણે સરકારી મદદ આપવાનું આશ્વાસન આપ્યું.