(એજન્સી) તા.૬
ઉ.પ્ર.માં હિંદુ જમણેરી પાંખની ભાજપ શાસિત સરકારે હવે ગર્ભસંસ્કાર યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને આધ્યાત્મિક થેરપી આપવામાં આવશે કે જેથી હિંદુ સંસ્કાર ધરાવતા બાળકોનો જન્મ થાય.
હિંદુ જમણેરી પાંખ સંગઠન આરએસએસ દ્વારા સમર્થિત આ યોજનાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મતક્ષેત્ર વારાણસીની બનારસ હિંદુ યુનિવર્સિટીમાં લોંચ કરવામાં આવી છે કે જ્યાં રાજ્ય સંચાલિત હોસ્પિટલના આયુર્વેદ વિભાગમાં સગર્ભા મહિલાઓને ગર્ભ સંસ્કાર થેરપી આપવામાં આવશે. આ યોજના પાછળનો હેતુ બાળકોમાં ભારતની હિંદુ પરંપરા અને સંસ્કૃતિ પ્રેરીત કરવાનો છે. આ અદ્વિતીય થેરપી હેઠળ સગર્ભા મહિલાઓને આધ્યાત્મિક સંગીત થેરપી, વેદ થેરપી, ચિંતન થેરપી અને પૂજાપાઠ થેરપી આપવામાં આવશે કે જેથી ગર્ભસ્થ બાળકમાં સંસ્કારોનું સિંચન થાય એવું એક અનામી સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું.
બનારસ હિંદુ યુનિવર્સિટીની સર સુંદરલાલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.એસ કે માથુરે જણાવ્યું હતું કે આયુર્વેદમાં ગર્ભ સંસ્કારની પ્રવૃત્તિ ઘણા લાંબા સમયથી ચાલતી હતી, પરંતુ આધુનિક હોસ્પિટલમાં આ પ્રણાલિને બંધ કરી દીધી છે, પરંતુ હવે અમે ગર્ભસંસ્કાર થેરપીની પહેલનો આરંભ કર્યો છે કે જે બાળકના મગજના વિકાસમાં સહાયભૂત થશે અને માતા અને બાળક વચ્ચેનું આત્મિય બંધન વધુ સુદ્રઢ બનશે. તેમણે જણાવ્યું હતું કે વિજ્ઞાન અનુસાર એવું માનવામાં આવે છે કે બાળકોના માનસિક અને વર્તણૂંક વિકાસ જ્યારથી માતા સગર્ભા બને છે ત્યારથી જ શરૂ થઇ જાય છે.
Recent Comments