નવી દિલ્હી,તા.૧૮
તાજેતરમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી અને ભારતનો ફૂટબોલ પ્લેયર અને કેપ્ટન સુનીલ છેત્રીએ લાઇવ ચેટ કરી હતી. જેમાં કોહલીએ તેના જીવનને લઈ કેટલાક મોટા ખુલાસા કર્યા છે. આ ચેટ દરમિયાન કેપ્ટન કોહલીએ જણાવ્યું હતું કે બાળપણમાં તે મરતા-મરતા બચ્યો હતો. વિરાટ કોહલીએ સુનીલ છેત્રીને કહ્યું કે તેને બાળપણમાં પતંગ ઉડાવવાનો ઘણો શોખ હતો અને આજ શોખ તેના જીવ માટે જોખમ બન્યો હતો. વિરાટે વધુમાં જણાવ્યું કે, ‘અમારી સોસાયટીમાં છત એકબીજાથી જોડાયેલી હતી. પરંતુ કે જગ્યા એવી હતી જ્યારે કઇજ નહોતું. હું પતંગ લૂટવા માટે ડંડો લઈ દોડવા લાગ્યો હતો અને હું છત પર પહોંચ્યો જ્યાં આગળ કઇ નહોતું, હું બસ નીચે પડવાનો જ હતો કે મારા મિત્રે મને પકડી લીધો. પડી ગયો હોત તો કામ તમામ થઈ ગયું હોત.’ વિરાટ અને સુનીલે ચેટ દરમિયાન બાળપણની અન્ય કેટલીક રસપ્રદ ઘટનાઓ અંગે પણ વાત કરી હતી.