બાવળા,તા.૧૬
ગતરોજ બપોરના સમયે આદરોડા ગામે માતા તેની બે પુત્રી સાથે ગામ નજીક આવેલ તળાવની ખુલ્લી જગ્યામાં કુદરતી હાજતે જવા માટે ગયેલી તે દરમિયાન મોટી દીકરી ઉ.વ.૧૪નીને વાર લાગતા માતા-નાની પુત્રી સાથે ઘરે ગયા હતા ત્યાં તે દરમિયાન થોડી વાર પછી મોટી દીકરી ધેર આવતા તેના કપડા પર ડાઘ પડેલા જોતા હતા તેના ઘરે આવેલા સંબંધી અને માતા એ પૂછપરછ કરતા દીકરી એ હકીકત જણાવેલ કે આપણા ગામનો અશોક રાઠોડ મને તેની પાસે બોલાવી મારા શરીર સાથે અડપલા કરી મારી સાથે દુષ્કર્મ કર્યું હોય તેમ જણાવ્યું હતું ત્યાર બાદ માતાએ તેમના સગાં સંબંધીઓને જાણ કરતાં તેમના સગા સંબંધીએ ૧૮૧ મહિલા હેલ્પ લાઇનનો સંપર્ક કરતા ૧૮૧ મહિલા હેલ્પ લાઇન આદરોડા મુકામે આવી માતા પુત્રી અને તેમના સંબંધીને લઈ બાવળા પોલીસ સ્ટેશન આવી પહોંચી હતી બાવળા પોલીસ સ્ટેશન ખાતે માતાએ અને સંબંધીઓએ પોલીસ ઇન્સ્પેક્ટર ખાંટને હકીકત જણાવતા તેમને આરોપી વિરુદ્ધ પોસ્કો તથા જરૂરી કલમો સાથે ફરીયાદ નોંધી આરોપીને શોધી કાઢી ધરપકડ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે પુત્રીને મેડિકલ ચેકઅપ માટે બાવળા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી ત્યાંથી વધારે સારવાર અને તપાસ માટે અમદાવાદની સોલા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી.