બાવળા, તા.૧૦
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટેશન પર ગયેલા ડોક્ટર પોઝિટિવ થતાં બાવળા તાલુકામાં ખળભળાટ મચી ગયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના દાણીલીમડા વિસ્તારમાં ફરજ બજાવતા બાવળા ખાતે રહેતા મૂળ કડીના વતની ડોક્ટર સ્વાતિ ભટ્ટ તા.૧થી ૮ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટેશન પર મૂકવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસથી તેમને ખાંસી, ઉધરસ જણાતા ગઈકાલે તેમને કોરાના કોવિડ-૧૯નો રિપોર્ટ કરાવ્યો હતો. જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઇરિસ્ક દાણીલીમડા વિસ્તારના દર્દીઓને ક્વોરન્ટાઈન કરવાની જવાબદારી અને સારવારની જવાબદારી અમદાવાદ ગ્રામ્યના બાવળા તાલુકા હેલ્થની ટીમના મહિલા ડૉ.સ્વાતીબેન ભટ્ટને સોંપાઈ હતી. મૂળ કડીના રહેવાસી છે જે ડોક્ટર સ્કૂલને આર.બી. એસ.કે.શાળાના બાળકો ચેક કરવા માટેના નિમાયા હતા તેમને હાઇરિસ્ક ઝોન દાણીલીમડામાં તા.૧થી ૮ ફરજ પર મૂક્યા હતા. ગઈકાલે એએમસીએ છૂટા કરાતા બાવળા તાલુકામાં હાજર થયા હતા. ત્યારે ગઇકાલે તેમના ડ્રાયવર અને બીજા સ્ટાફ સાથે વિસ્તારમાં પણ ફર્યા હતા. સમગ્ર ઘટનાની જાણ બાવળા તાલુકા હેલ્થ ઓફિસરને થતાં બાવળાના શ્રી હરિ હાઉસિંગ સોસાયટીના બંગલા નં.૯માં તાત્કાલિક દોડી જઈ આજુબાજુના મકાનોને સેનેટાઈઝ કરી જેમને મળ્યા હતા તેવી વ્યક્તિને હોમ ક્વોરન્ટાઇન કરવાની ફરજ પડી હતી. જ્યારે તેમની નિમણૂક કરેલી તે સિવાય તે ગાંગડ અને શિયાળ ગામમાં ડોક્ટર તરીકે ફરજ આપતા હતા અને છેલ્લા અઢી વર્ષથી તેઓ ક્યારે પોતાના મેડિકલ ઓફિસર વિભાગમાં ડાંગર ગામે થયેલ નથી રામ તંત્ર વધુ તેમની સાથે ફરતા ડ્રાયવર વનરાજસિંહ ચૌહાણને બગોદરા પોલીસની મદદથી મેડિકલ ચેકઅપ માટે લઇ જવાની આરોગ્ય ટીમ દ્વારા વ્યવસ્થા કરી હોમ ક્વોરન્ટાઈન કરવાની ફરજ પડી હતી. જ્યાં વનરાજસિંહ ચૌહાણ અને બે બાળક અને તેમની માતાને શિયાળ ગામે હોમ ક્વોરન્ટાઈન કરાતા તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. હાલ આ તબીબી અધિકારી સોલા સિવિલમાં દાખલ કરાયા છે.