બાવળા, તા.૩૧
બાવળા તાલુકાના હસનનગર ગામે એક જ કોમના બે જૂથો વચ્ચે જૂની અદાવતને લઈને આજે સવારે ઉગ્ર બોલાચાલી થયા બાદ બન્ને જૂથો વચ્ચે અથડામણ થતાં એક પક્ષના દીપાભાઇ હીરાભાઇ, વીરીબેન દિપાભાઇ, માનસંગભાઈ મથરભાઇ, મહેન્દ્રભાઇ ચંદુભાઇ, નવઘણ મપુરભાઇ, દશરથ ભાઇ પુજાભાઇ, દોલાભાઇ પુંજાભાઈ, રોહીતભાઈ દોલાભાઈ, બીજા પક્ષના કનુભાઇ તળશીભાઇ, રણજીતભાઈ દશરથભાઇ, કિશનભાઈ કનુભાઇ, તેજલબેન ધનશ્યામભાઇ, રમુબેન તળશીભાઇ, દીલીપભાઇ ત્રીકમભાઇ, જીવણભાઇ તળશીભાઇ ઇજાગ્રસ્ત થતા ખાનગી વાહન અને બાવળા ૧૦૮ ઇ.એમ.ટી. બીદીયાબેન ગોર પાયલોટ ઝાલા દ્વારા બાવળા સરકારી હોસ્પિટલ લવાતા તાત્કાલિક સારવાર આપી હતી જ્યારે ઘટનાની જાણ બાવળા પોલીસને થતાં પોલીસ ઘટના પર પહોંચી યોગ્ય કાર્યવાહી કરી, જરૂરી પગલાં ભર્યા હતા.