બાવળા, તા.ર૪
અમદાવાદ વિભાગના આર.આર.સેલ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો જે દરમિયાન બાતમીના આધારે આરએસ સેલના માણસો તથા બગોદરા પો.સ.ઈ. ડી.જી. ગોહિલ અલગ અલગ ટીમ સાથે ટ્રકની વોચ તપાસમાં હતા ત્યારે ભામસરા પાટિયા પાસે બાતમીવાળી ટ્રક નંબર આર.જે. ર૭ જી.બી. ૦૦૭૬ મળી આવતાં તેમાં તપાસ કરતાં પ્લાસ્ટિકની પાવડર ભરેલ થેલીઓ નીચે સંતાડેલ ઈંગ્લિશ દારૂની ૭પ૦ મિ.લી.ની બોટલો ભરેલ બોક્ષ નંગ પરપ બોટલ નંગ ૬૩૦૦ કિં.રૂા. રર,૪૪,૦૦૦/-નો જથ્થો મળી આવેલ જ્યારે ઈંગ્લિશ દારૂ લાવનાર ટ્રકના ડ્રાઈવર કિશનલાલ કમલાજી ડાંગી (પટેલ) (ઉ.વ.ર૮) (રહે.વલ્લભનગર જિ. ઉદેપુર રાજસ્થાન)ની ધરપકડ કરવામાં આવેલ છે અને ક્લિનર ઈરફાન (રહે.અલવર) પોલીસને જોઈ ભાગી ગયો હતો.
આરઆર સેલ અમદાવાદ વિભાગના દરોડામાં ટ્રકમાંથી ઈંગ્લિશ દારૂનો જથ્થો કિં.રૂા.રર,૪૪,૦૦૦/- તથા ટ્રકની કિં.રૂા.૮,૦૦,૦૦૦/- તથા મોબાઈલ કિં.રૂા.પ૦૦/- મળી કુલ કિં.રૂા. ૩૦,૪૪,પ૦૦/-નો મુદ્દામાલ કબજે લઈ માલ મોકલનાર તથા મંગાવનારના ધરપકડના ચક્રો ગતિમાન કરેલ છે.