(સંવાદદાતા દ્વારા) બાવળા,તા.૧પ
બાવળા પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ મેણી ગામ એ ભરવાડ વાસમાં રહેતા જલાભાઈ હામાભાઈ ભરવાડે પોલીસ ફરિયાદ કરી છે, અમે ત્રણેય ભાઈઓ જેમાં સૌથી મોટો નવઘણ છે અને નાનો ભાઈ રાજુ બંને એક જ ઘરમાં રહીએ છીએ આજથી બે ત્રણ વર્ષ પહેલા લખતર બાજુ આવેલ રાજપર ગામેથી રાજુ ભરવાડની એક છોકરી અલકાને ભગાડીને લાવેલો તે અલકા બે વર્ષ જેટલા સમયમાં તે મેણી ગામે રહેલી ત્યારબાદ પતિ-પત્ની વચ્ચે નાના મોટા ઝઘડા થતા તે પીયર જતી રહી હતી. ત્યારબાદ રાજુ શંખેશ્વર બાજુ મજુરી કામે જતો રહેલો છેલ્લા ચાર-પાંચ મહિનાથી હંસા નામની એક સ્ત્રીને લઈને મેણી ગામે આવેલો ત્યાં રાજુ તથા તેની પત્ની હંસા બને તેની બાજુમાં રહેતા અને મજૂરી કામ કરતા હતા. ગઈકાલે રાજુ તથા હંસા બંને તેમના ઘેર હતા તે સમયે દૂધ ભરીને પરત આવતા તે ગામમાં પૈસાનો હિસાબ કરી આખ્યાન જોવા માટે ગયેલા ત્યાં તેના પિતાજી હામાભાઇ તથા મોટોભાઈ નવઘણ અને રાજુ આખ્યાન જોતા હતા. ત્યારબાદ થોડી વાર પછી મારા પિતાજી હામાભાઇ મારા દીકરા રાકેશને લઈને ઘરે જવા નીકળેલા ત્યારબાદ તેઓ થોડી વારમાં મારી પાસે આવેલા અને નવઘણ તથા બીજા માણસોને વાત કરેલ કે રાજુને આપણા ઘર આગળ કોઈએ માર મારેલ છે. જેથી અમારા ઘર તરફ જતા નાકા ઉપર રસ્તામાં મારું મારો નાનો ભાઈ રાજુ પડેલ હતો. રાજુને જોતા માથાના પાછળના ભાગે ઈજા થયેલી હતી. આ દરમિયાન સરપંચને લઇ હું મારા ભાઈને સરપંચની ગાડી સાથે બાવળા સરકારી હોસ્પિટલ લઈને આવેલો ત્યાં હાજર ડોક્ટરે મને મારો ભાઈ રાજુને તપાસતા મારો ભાઈને મૃત જાહેર કર્યો હતો. જેથી રાજુભાઈ હામા ભાઈ ભરવાડ ઉંમર વર્ષ ૩૧નાને મારા ઘર નજીક રસ્તા પર કોઈ અજાણ્યા ઇસમે કોઈ કારણસર કોઈ હથિયાર વડે માથામાં મારી ગંભીર ઇજા પહોંચાડી નાસી ગયેલ હોય તેના વિરૂદ્ધ મારી ફરિયાદ છે.