બાવળા, તા.૧૧
ગુજરાતનાં પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહનાં સારા સ્વાસ્થ્ય માટે અમદાવાદ જિલ્લાના મા મોગલ ધામ (રાણેસર, બાવળા) ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પંકજસિંહ વાઘેલા, ગુજરાત બક્ષીપંચના ચેરમેન ઘનશ્યામ ગઢવી, ગુજરાત બક્ષીપંચના મહામંત્રી જોરૂભાઈ ડાભી, પ્રદેશમંત્રી બળવંતસિંહ ગઢવી, કનુભાઈ મકવાણા, કનુભાઈ ઠક્કર, અતુલભાઈ ભરવાડ, તાલુકા પ્રમુખ રમેશભાઈ, શહેર પ્રમુખ સુધીરભાઈ જિલ્લા મંત્રી અજીતસિંહ સોલંકી, તાલુકા પંચાયતના પ્રમુખ નરસિંહ મકવાણા, જિલ્લા સભ્ય બાબુભાઈ પઢાર સહિત કોંગ્રેસના કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.