(સંવાદદાતા દ્વારા) બાવળા, તા.૨૫
બાવળા પોલીસ સ્ટેશનમાં દરબાર (રાજપૂત) સમાજ વિરૂદ્ધ અભદ્ર ભાષા બોલી ધમકી આપતો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર યુવાન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા બાવળા પોલીસે તેને પકડી પાડી સાબરમતી જેલમાં મોકલી અને આજે તેને સાથ આપી વીડિયો ઉતારનાર યુવક કાનજીભાઇ ઝીણાભાઇ (ઉ.વ.૨૧)ને આર.ટી. વસાવા સર્કલ પોલીસ ધોળકા સર્કલ ધોળકાએ પકડી પાડ્યા છે. રાજપૂત સમાજ વિશે આ બન્ને જુવાલ ગામના છોટાભાઇ વીરાભાઇ કો.૫ટેલે કોઇપણ કારણવગર શાંતી અને ‘તે સલામતી ડહોળવાના બદ ઇરાદાથી રાજપૂત સમાજ વિરૂદ્ધ અભદ્ર ભાષા બોલી ધમકી આપતો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જેથી તે વીડિયો જોઇને મયુરઘ્વજસિહ અને રાજપૂત સમાજના યુવાનો બાવળા પોલીસમાં જઇને તેના બાવળા પોલીસે ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં જ છોટાભાઇ કો.૫ટેલને પકડી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દઈવીડિયો અંગેની બાબતની તપાસ ઇનચાર્જ સીપીઆઇ ને સોંપી હતી.