બાવળા, તા.૧૩
બાવળા રામનગર આઈટીઆઈ કોઠ નજીકના ગણપતપુરા અને ટપરપુરા ગામના બે વિદ્યાર્થીઓ ફીટરનો કોર્સ કરતા બપોરના ટાઈમે લીમડાના વૃક્ષની છાયામાં બેસી બસની રાહ જોતા હતા તે દરમ્યાન બાવળાથી બગોદરા તરફ પુરપાટ ઝડપે જતી GJ4 AA1781 એ સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા બન્ને વિદ્યાર્થીઓને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજા કરતા ઘટનાની જાણ ૧૦૮ બાવળાને જાણ કરતા ઇ.એમ.ટી બિદીયા ગોર પાયલોટ સંજય શિંહ ઝાલા ઘટના પર પહોંચી મકવાણા રાજન બળદેવભાઇ ઉ.વ. આશરે ૧૭ વર્ષ ગામ ટપરપુરાને ઇજા થતા બાવળા સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાવતા તેનું મોત થયું હોવાનું ડો.આચાર્ય હીરેનભાઇએ જણાવ્યું હતંુ જ્યારે જાદવ જયેશ વલ્લભભાઈ ઉ.વ.૨૦ આશરેના ગામ ગણપત પુરાનાઓનું ઘટના સ્થળે મોત થયું હતું ઘટનાની જાણ બાવળા પોલીસ ઇન્સપેક્ટર ભૂકણને થતા સેકન્ડ પીએસઆઇ ચાવડા, એ.એસ.આઇ.ઇશ્વર સિંહ, વિજપ સિંહ ઘટના પર જઈ મૃતકની લાશ બાવળા પોસ્ટ મોર્ટમમાં મોકલી કાર મૂકી નાસી જનાર ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.