(સંવાદદાતા દ્વારા) બાવળા, તા.૧૫
બાવળાના કીસ્ટલ લોજેસ્ટીક પાર્કમાં આવેલી અરવિંદ કંપનીમાં કામ કરતી ૧૮૦૦ જેટલી કામદાર મહિલાઓએ દિવાળીના દિવસોમાં પગાર, બોનસની માંગ સાથે કંપની સામે આંદોલન કર્યું હતું. આજે વહેલી સવારના કંપનીએ પહોંચીને વિરોધ પ્રદર્શન સાથે હડતાળ કરી હતી. ભારતીય જનતા પાર્ટીના આગેવાન દ્વારા મહિલા કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવા મેનેજમેન્ટને જણાવાયું હતું. સમગ્ર મામલે જિલ્લા સરકારી શ્રમ અધિકારીએ બંને પક્ષે વાત રજૂ કરવા અંગે ચર્ચા કરવા માં આવી હતી. આથી સમગ્ર મામલે કોકડું ગૂંચવાયાની સ્થિતિ સર્જાઇ હતી. આજે મહિલા કામદારો દ્વારા વિરોધ પ્રદર્શનને શાંત પાડવા કંપનીના ગેટ સહિત તમામ એકમો ઉપર પોલીસ સહિત ખાનગી સિક્યોરિટીના માણસો, બાઉન્સરોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મહિલા કર્મચારી જણાવ્યું હતું કે, કામદારોને કાયદેસર મળવાપાત્ર હક્ક રજાઓ, ઈન્સેટીવ પગાર, મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે અને આજે બોનસની માંગને લઈ હડતાલ યોજી છે. આમ, એક તરફી નિર્ણય લેવામાં આવ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સહિત દરેક આગેવાનોએ વિલે મોઢે પરત ફરવું પડયું હતું અને આવતીકાલ સવારથી તમામ મહિલા કામદારોને રોજના નિયમ મુજબ કામકાજ કરવા માટે હાજર થશે.
બાવળા : હડતાળને અંતે આવેલા ભાજપના આગેવાનોને વીલા મોઢે પરત ફરવું પડ્યું

Recent Comments