શોએબ નીટમાં સર્વોચ્ચ માર્કસ મેળવનાર ટોપર છે તો બાસિત પણ ટોપરોની યાદીમાં સ્થાન ધરાવે છે

(એજન્સ) તા.૧૮
કેટલીક વાર્તાઓ ચોક્કસ જાણવી જોઈએ નીટ એટલે રાષ્ટ્રીય એલિજિબિલિટી પ્રવેશ પરીક્ષામાં બે મુસ્લિમ વિદ્યાર્થીઓ શોએબ આફતાબ અને બાસિત બિલાલખાન બે જુદી પરિસ્થિતિનો સામનો કરીને ટોપ સ્કોરર બન્યા. શોએબ આફતાબને ૭ર૦માંથી પુરા ૭ર૦ માર્કસ મળ્યા. તો બાસિત બિલાલને ૭ર૦માંથી ૬૯પ માર્કસ મળ્યા. નીટના પરિણામમાં શોએબની તુલનામાં બાસિત બિલાલ પાછળ છે, પરંતુ બાસિતે જે કરી બતાવ્યું છે તે વધુ સુંદર છે. બાસિત જમ્મુ-કાશ્મીરના તે પુલવામા જિલ્લાનો છે જે વર્તમાનમાં સૌથી વધુ આતંકી અને સુરક્ષા દળોની કાર્યવાહીથી અસરગ્રસ્ત ક્ષેત્ર છે. બાસિતે નક્કી કર્યું કે તે પુલવામા છોડીને શ્રીનગરમાં જઈ પરીક્ષાની તૈયારી કરશે. પણ પુલવામાની જેમ શ્રીનગરમાં પણ ઈન્ટરનેટ સેવા ઉપલબ્ધ હતી નહીં. જે રાજયમાં ઈન્ટરનેટ પ્રતિબંધિત હોય ત્યાં નીટની પરીક્ષામાં માનનીય સ્કોર મેળવવું ટોપર શોએબ આફતાબના ટોપ રેન્કથી પણ વધુ પ્રશંસનીય છે. શું બંધા જાણતા નથી કે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઈન્ટરનેટ કેટલું મહત્વ ધરાવે છે બાસિત બિલાલ દેશમાં નહી પણ તેમ છતાં જમ્મુ-કાશ્મીરના નીટ ટોપર તો છે જે બાસિતનું કહેવું છે કે પુલવામાની અપમાનજનક સ્થિતિએ મને અંદરથી હચમચાવી નાખ્યું હતું. બીજી બાજુ દેશના ટોપર સર્વોચ્ચ સ્કોર મેળવનાર શોએબ આફતાબની વાર્તા બાસિત બિલાલથી જુદી છે શોએબ ઓડિશાના રાઉરકેલા શહેરનો વિદ્યાર્થી છે. તે એક ઓદ્યોગિક વિસ્તાર છે ૧૦મી કક્ષામાં જયારે શોએબે ૯૬.૮ ટકા માર્કસ મેળવ્યા તો તે પછી તેણે ડોકટર બનવાના સપના વિશે જણાવ્યું તે પછી શોએબ કોટા (રાજસ્થાન) તરફ નીકળી પડયો જયાં વિદ્યાર્થીઓ મેડિકલ અને એન્જિનિયરીંગની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જાય છે. પણ હોસ્ટેલનો ખર્ચ ઉપાડી ન શકવાના કારણે શોએબની માતા રઝિયા સુલતાના કોટા આવી ગઈ, તે પછી તેમણે એક રૂમ ભાડે લીધો અને શોએબે પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દીધી. શોએબે તેની સફળતાનું શ્રેય પોતાની માતાને આપ્યું. તે હવે એઆઈઆઈએમએસમાં ડોકટર બનવા માગે છે. નીટ પરીક્ષામાં ઉચ્ચ સ્કોર મેળવનાર અન્ય મુસ્લિમ વિદ્યાર્થીઓ સફીના ઝહરા-૭ર૦/૬૧ર, મો. શાહનવાઝ ૭ર૦/૬પ૭, અલીઝા હસન-૭ર૦/૬૩૭, સકીનાબાનુ ૭ર૦/૬૩ર, અને તસ્કીન હસન-૭ર૦/૬રપ છે. તેમની બધાની વાર્તા પણ શોએબની વાર્તાથી ઓછી નથી. આ વાર્તાઓ અને સ્કોરસ જણાવે છે કે ભારતમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ પણ બીજા ધર્મના વિદ્યાર્થીઓની જેમ અભ્યાસ કરવા માંગે છે અને આગળ વધવા માગે છે. શું તમને ર૦૦૯માં નાગરિક સેવા પરીક્ષાના પ્રથમ નંબર ટોપર રહેલા કાશ્મીરી યુવક શાહ ફેસલની વાર્તાની ખબર છે ? તે મેડિકલનો ટોપર વિદ્યાર્થી હતો. પછી આઈએએસ બન્યો અને ડીએમ તરીકે ઘણા જિલ્લાઓમાં નિમણૂક થયા. પછી આઈએએસમાંથી રાજીનામું આપી રાજકારણમાં જોડાયા.