(એજન્સી) મુંબઈ, તા.૧૧
બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. પોતે કોરોના સંક્રમિત થયા હોવાની જાણ બચ્ચને ટિ્‌વટર પર કરી હતી. તેમણે ટિ્‌વટમાં લખ્યું કે હું કોરોના સંક્રમિત થયો છું. આ માટે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છું. હોસ્પિટલે સત્તાવાળાઓને માહિતી આપી છે. મારા પરિવારનો ટેસ્ટ પણ કરાયો છે અને રિપોર્ટ આવવાનો બાકી છે. હું મારી સાથે છેલ્લા દસ દિવસમાં સંપર્કમાં આવેલા લોકોને વિનંતી કરૂં છું કે, તેઓ પણ કોરોનાનો ટેસ્ટ કરાવે. ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચન છેલ્લે શુજીત સિરકારની ફિલ્મ ગુલાબો સિતાબોમાં દેખાયા હતા. આ ફિલ્મ કોરોના વાયરસને કારણે થિયેટરોમાં રિલિઝ થઈ શકી ન હતી જેનાથી તેનેે એમેઝોન પ્રાઈમ વીડિયો પર દેખાડવામાં આવી હતી. અમિતાભ બચ્ચન પ્રખ્યાત ટીવી શો કૌન બનેગા કરોડપતિ પણ હોસ્ટ કરવાના હતા. ચાલુ વર્ષના મે માસમાં તેનું ઓડિશન પૂરૂ થયું હતું.