રાજુ દેસાઈ પાસેથી રપ કરોડની વસુલાત માટે શૈલેષ ભટ્ટે રાજકોટના શખ્સને સોપારી આપી હતી

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૪
લસકાણાના બિલ્ડર રાજુ દેસાઈ પાસેથી વ્યાજે આપેલા ચાર કરોડની સામે છ કરોડ પડાવી લીધા બાદ વધુ ૨૫ કરોડ કઢાવવા માટે રાજકોટના અનિરુધ્ધસિંહ રીબડાને સોપારી આપી તેના લકસાણાના પ્રોજેકટ ઉપર કબજા કરી રિવોલ્વર જેવા ઘાતક હથિયારો સાથે માણસો બેસાડી કબજા કરવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે અનિરુધ્ધસિંહ રીબડાના બે સાગરીતોની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચના સુત્રોના જણાવ્યા મુજબ સરથાણામાં રહેતા બિલ્ડર રાજુ રવજીભાઈ દેસાઈઍ તેના લસકાણાના પ્રોજેકટ માટે પાંચ વર્ષ અગાઉ શૈલેષ ભટ્ટ અને વિજય ખોખરીયા પાસેથી ૪ કરોડ વ્યાજે લીધા હતા જેની સામે રાજુ દેસાઈઍ ૬ કરોડ ચુકવી દીધા છે છતાંયે દોઢ ટકાને બદલે સાડા ચાર ટકા વ્યાજ લેખે વધુ રૂપિયા ૨૫ કરોડની માંગણી કરી હતી. અને આ ૨૫ કરોડ કઢાવવા માટે શૈલેષ ભટ્ટે રાજકોટના કુખ્યાત અનિરૂધ્ધસિંહ રીબડાને સોપારી આપી હતી. અનિરૂધ્ધસિંહ ફેબ્રુઆરી મહિનામાં રાજુ દેસાઈ પાસે પૈસા કઢાવવા માટે તેની લસકાણા ખાતે આવેલા પ્રોજેકટની સાઈડ પર કબજા કરી તેના ભાડુથી ગુંડાઓને હથિયારો સાથે બેસાડી રાખ્યા હતા.શ્વ દરમિયાન ગયા મહિને ગુંડાઓઍ રાજુ દેસાઈને રિવોલ્વર બતાવીશ્વ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આશ્વ અંગે રાજુ દેસાઈઍ પોલીસને ફરિયાદ કરતા પોલીસે પ્રોજેકટ પર રેડ પાડી હથિયારો સાથે પાંચેક જણાની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી શૈલેષ ભટ્ટ, અનિરુધ્ધસિંહ રીબડા સહિતના આરોપીઓને પકડવા માટેના ચક્રોગમિતાન કર્યા હતા જેમાં શૈલેષ ભટ્ટને દિલ્હી ખાતેથી ઝડપી પા઼ડ્યો હતો ત્યારબાદ ગઈકાલે અસ્લમ ઉર્ફે ભુરો દાઉદ દાદન તાજાણી (રહે, સબરીના સોસાયટી, જોશીપરા જુનાગઢ)અને ઍઝાઝ ઉર્ફે અજ્જુ મહમંદ કાસમ સીડા (રહે,. જુનાગઢ)ની ધરપકડ કરી હતી.