વોશિંગ્ટન,તા.૨૪
ટેસ્લાના પ્રમુખ અને બિલેનિયોર એલન મસ્ક આ દિવસોમાં સતત ચર્ચામાં છે. એલન મસ્ક માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્‌સને પાછળ છોડીને દુનિયાના બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. ૪૯ વર્ષના એલન મસ્કની નેટવર્થ ૭.૨ અબજ ડોલર વધી ૧૨૭.૯ અબજ ડૉલર થઈ ગઈ છે. ટેસ્લાના શેરમાં ભારે ઉછાળાના કારણે તેના નેટવર્થમાં વધારો થયો છે. એલન ગત ૨ અઠવાડિયાથી ૫માં નંબરથી બીજા નંબર પર આવી ગયા છે. એલન મસ્કે આ વર્ષે પોતાની નેટવર્થમાં લગભગ ૧૧૦.૩ અબજ ડૉલર જોડ્યા છે. બ્લૂમબર્ગ ઈન્ડેક્સમાં જણાવ્યાનુંસાર જાન્યુઆરીમાં ધનિકોના રેંન્કિગમાં તે ૩૫માં સ્થાન પર હતા. પરંતુ હવે તે બીજા નંબર પર આવી ગયા છે. બ્લૂમબર્ગ બિલિનેયર ઈન્ડેક્સના જણાવ્યાનુંસાર શનિવારે ૧૮૩ અબજ ડોલરની સંપત્તિની સાથે જેફ બેજોસ પહેલા નંબર પર હતા. ૧૨૮ અબજ ડૉલરની સાથે બિલ ગેટ્‌સ બીજા નંબર પર હતા. જ્યાં હવે એલન મસ્ક આવી ગયા છે. ૧૦૫ અબજ ડોલરની સાથે બર્નાર્ડ અર્નાલ્ડ ચોથા નંબર પર અને ૧૦૨ અબજ ડોલરની સંપત્તિની સાથે માર્ક ઝુકરબર્ગ ૫માં નંબર પર છે. એવું બીજી વાર થયું છે જ્યારે બિલ ગેટ્‌સ બીજા નંબર પરથી નીચે આવ્યા હોય. બિલ ગેટ્‌સ ઘણા વર્ષો સુધી નંબર ૧ પર રહ્યા છે. પરંતુ એમેઝોન ફાઉન્ડર જેફ બિજોસના ૨૦૧૭માં નંબર ૧ આવ્યા બાદ બિલ ગેટ્‌સ બીજા સ્થાન પર આવી ગયા છે. બિલ ગેસ્ટની નેટવર્થ વધારે હતી પરંતુ ગત વર્ષોમાં તેમને ઘણા પૈસાનું દાન કર્યુ છે. વેબસાઈટના જણાવ્યાનુંસાર આ વર્ષે અત્યાર સુધી બેજોસની સંપત્તિ ૬૭.૭ અબજ ડૉલર, બિલ ગેટ્‌સની સંપત્તિમાં ૧૪.૫ અબજ ડોલર અને એલન મસ્કની સંપત્તિમાં ૯૩.૧ અબજ ડોલરનો વધારો થયો છે. આ વર્ષે અત્યાર સુધી મોટા ભાગે એલન મસ્કની સંપત્તિમાં જ વધારો થયો છે. એસએન્ડપી ૫૦૦ ઇન્ડેક્સમાં સામિલ થયા બાદ મસ્કની સંપત્તિમાં ઘણો વધારો નોંધાયો છે.