(એજન્સી) તા.૧૩
બિહારની ચૂંટણીના પરિણામોના પ.બંગાળમાં હવે પ્રત્યાઘાતો પડશે. ભાજપ પ.બંગાળમાં પોતાની રણનીતિ અને પ્રચાર ઝુંબેશ હાથ ધરવા બિહારના અનુભવનો ઉપયોગ કરશે. દેશમાં કોઇ પણ રાજકીય પક્ષ ખાસ કરીને પ.બંગાળમાં બિહારમાં ભાજપ દ્વારા એનડીએમાંથી જે પ્લસ ૧૨ ટકા ફેરફાર જોવા મળ્યો છે તેના મહત્વની કોઇ ઉપેક્ષા કરી શકે તેમ નથી. લોકસભામાં ભાજપને તમામ ૧૭ બેઠકો મળી હતી અને તેથી ભાજપે એવું ધાર્યુ હતું કે તે વિધાનસભા ચૂંટણીમાં લડેલ તમામ ૧૧૦ બેઠકો જીતશે. જો કે આ શક્ય બન્યું નહીં. ભાજપનો ૭૪ બેઠક પર વિજય થયો છે અને ૨૪૩ સભ્યોના વિધાનગૃહમાં તે સર્વાધિક બેઠકો સાથેની પાર્ટી નથી. રાજદના તેજસ્વી યાદવે ૭૫ બેઠકો જીતી છે અને તેથી વધુ વોટ્સ અને વધુ બેઠકો સાથે મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો હતો. આમ બિહારના ચૂંટણી પરિણામોમાં જે પાઠ ભણવા મળ્યાં છે તેની અસર હવે પ.બંગાળમાં પણ જોવા મળશે. કેટલીક દેખીતી સમાનતા છે અને કેટલીક અસમાનતા પણ છે. ભાજપમાં મમતા બેનરજીને પડકારવા માટે પર્યાપ્ત સમર્થન સાથે પ્રાદેશિક નેતાઓ અભાવ છે. ૨૦૧૬ની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ૧૦.૧૬ ટકા વોટ્સ સાથે જ્યારે તેણે ૨૯૪ સભ્યોના વિધાનગૃહમાં માત્ર ૩ જ બેઠકો પ્રાપ્ત કરી હતી તેમાંથી હવે ભાજપને ત્રીજા સ્થાનેથી મુખ્ય સ્પર્ધક તરીકે લાવેલ છે. વોટશેરના સંદર્ભમાં તેનું સમર્થન પ.બંગાળમાં ૧૦થી ૪૦ ટકા વચ્ચેનું છે. ભારતમાં પાંચ વિધાનસભાની ચૂંટણીઓમાં એવું જાહેર થયું છે કે ૧૬ ટકાનો નેગેટીવ સ્વિંગ એ ભાજપ માટે મોટા જોખમ સમાન છે કે રાજ્યમાં ૨/૩ બહુમતીની આશા રાખે છે. પરંતુ પ.બંગાળમાં ભાજપ માને છે એટલું સરળ નથી. અન્ય પક્ષોના નેતાઓના શિકાર કરવાની પ્રયુક્તિનું પ.બંગાળમાં મર્યાદિત મૂલ્ય છે. આમ બિહારની તાજેતરની ચૂંટણીના પરિણામોનું ભાજપ જેટલું જ તૃણમૂલ કોંગ્રેસ, કોંગ્રેસ અને સીપીઆઇ-એમ શાસિત ડાબેરી મોરચાએ ધ્યાનપૂર્વક વિશ્લેષણ કરવાની જરુર છે અને વધુ ગુંચવાડાયુક્ત હોય એવી રણનીતિ ઘડવી જોઇએ. ભાગલાવાદી અને કોમવાદી રાજનીતિ હવે ભાજપે કરવી જોઇએ નહીં કારણ કે પરિણામની બાબતમાં તેનું મૂલ્ય ઓસરી રહ્યું છે. સમાનતાની જેમ અસમાનતા પણ છે. ભાજપમાં મમતા બેનરજીને પડકારી શકે એવા પર્યાપ્ત વર્ચસ્વ ધરાવતાં પ્રાદેશિક નેતાનો અભાવ છે.
Recent Comments