અન્ય રાજ્યના જ્વેલર્સ સાથે પણ ઠગાઈ કરી

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૩
મહિધરપુરા કંસારા શેરીમાં આવેલ સાસ્વત જવેર્લસ પ્રા.લીમાંથી બિહારના અગ્રવાલ પિતા-પુત્રઍ ઉધારમાં રૂપિયા ૪૪.૭૦ લાખનો હીરા અને જવેલરીનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી ચુકવી ઠગાઈ કરી હતી.
મહિધરપુરા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ નાનપુરા ટીમલીયાવાડ સિધ્ધશીલા ઍપાર્ટમેન્ટમાં રહેતા ધીરજભાઈ ડ્‌ાહ્નાભાઈ શાહ (ઉ.વ.૪૨) મહિધરપુરા કંસારા શેરીમાં આવેલ સાસ્વત જવેલર્સ પ્રા.લી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ધીરજભાઈની દુકાનમાંથી બિહારના પટના બુધ્ધા માર્ગ વ્હઈટહાઉસ ખાતે અગ્રવાલ બ્રધર્સ નામની કંપની ધરાવતા પંકજ અગ્રવાલ અને તેના પિતા ચાંદ બિહારી અગ્રવાલે ફેબ્રુઆરી ૨૧૦૭માં શરૂઆતમાં ઉધારમાં હીરા અને જવેલરીનો માલ ખરીદ્યો હતો અને તેનું સમયસર પેમેન્ટ ચુકવી આપી વિશ્વાસ કેળવ્યો હતો ત્યારબાદ અગ્રવાલ પિતા-પુત્રઍ સન ૨૦૧૮માં ૪૪,૭૦,૨૩૯નો કલર સ્ટોન સાથેના હીરા અને જવેલરીનો માલ ખરીદ્યો હતો નક્કી કરેલ સમયમર્યાદામાં પેમેન્ટ નહી કરતા ધીરજભાઈ દ્વારા ઉઘરાણી કરતા શરુઆતમાં પેમેન્ટ ચુકવી આપવાના ખોટા વાયદાઓ કર્યા બાદ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. ધીરજભાઈે ખ્યાલ આવી ગયો કે અગ્રવાલ પિતા-પુત્રઍ તેમની સાથે ઠગાઈ કરી છે. જેથી ફરિયાદ નોદ્વધાવી હતી, પોલીસે ધીરજભાઈની ફરિયાદને આધારે અગ્રવાલ પિતા-પુત્ર સામે ગુનો દાખલ કરી પીઍસઆઈ ડી.ડી.ચૌહાણ સ્ટાફના માણસો સાથે તપાસમાં બિહાર ગયા છે. પોલીસની તપાસમાં આરોપી અગ્રવાલ પિતા-પુત્રઍ પોતાનું મકાન વેચી નાસી ગયા છે અને તેમના ઘરે અન્ય રાજયના અલગ અલગ શહેરોમાંથી પણ ઉઘરાણી માટે વેપારીઓ આવતા હોવાનું બહાર આવ્યું હતું.