(એજન્સી) પટના, તા.૧૯
બિહારના ભાગલપુર-નવગછિયામાં એક રોડ અકસ્માતમાં નવ પ્રવાસી શ્રમિકોનાં મોત નીપજ્યા છે. આ દૂર્ઘટના શ્રમિકોથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે ટક્કરને લઈને થઈ, જેમાં ૯ શ્રમિકોનાં મોત થયા છે, જ્યારે અન્ય શ્રમિકોને ઈજા પહોંચી છે. જો કે, હજુ પણ કેટલાક શ્રમિકો નીચે દટાયાં હોવાની આશંકા જોવા મળી રહી છે. હાલમાં મળેલી પ્રાથમિક જાણકારી મુજબ ૯ મૃતદેહ બહાર નીકાળી લેવામાં આવ્યા છે જ્યારે હાલમાં બચાવ-રાહત કામગીરી કરવામાં આવી રહી છે. પ્રાપ્ત મળતી જાણકારી મુજબ પ્રવાસી શ્રમિકોને લઇને બસ દરભંગાથી બાંકા જઈ રહી હતી. આ દરમિયાન આ દૂર્ઘટના થઇ હતી. જે ટ્રક સાથે બસની ટક્કર થઇ છે, તે ટ્રકમાં લોખંડના પાઈપો હતા. જેને લઇને ટ્રકમાં સવાર કેટલાક શ્રમિકો લોખંડની પાઈપ નીચે દબાઈ ગયેલા જોવા મળ્યા છે. સ્થાનિક લોકો મુજબ આ દૂર્ઘટનામાં હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે.
આ દૂર્ઘટના નવગછિયા ખરીકના અંભો ચોક પાસ ઘટી છે. આ મામલાની જાણકારી મળતાં સ્થાનિક પોલીસ સ્ટેશન સહિત કેટલાક વિસ્તારોની પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે, ત્યાર બાદ રોડ પર પડેલા લોહીવાળા લોખંડના પાઈપોને હટાવાની કામગીરી હાથ ધરવામાં આવી. પ્રાપ્ત મળતી જાણકારી મુજબ બસ પ્રવાસી શ્રમિકોને લઈને દરભંગાથી જઈ રહી હતી. આ દૂર્ઘટનામાં બસમાં સવાર ૪ મુસાફરો પણ ઇજાગ્રસ્ત થયા છે.