(એજન્સી) પટણા, તા.૧૪
ભાજપના સાંસદ અને અભિનેતપા શત્રુઘ્નસિંહાએ મોદી સરકારની નીતિઓ પર ટીકા કરતાં કહ્યું છે કે નોટબંધી અને જીએસટી લાગુ કર્યા બાદ લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. હવે લોકો બોલતા થયા છે કે મોદી સરકારના હવે દિવસો ગણાય છે. સિંહાએ એનડીટીવીને જણાવ્યું કે ૮૦ ટકા ભાજપના નેતાઓ અડવાણીજીને રાષ્ટ્રપતિ બનાવવા માંગતા હતા. નોટબંધીનો પ્રભાવ ઘણો દેખાય છે. ગરીબો અને વ્યવસાયિકોમાં આતંક ફેલાયો છે. કોર્પોરેટ જગત સાથે વાત કરી દેશના મિજાજને જોઈ શકાય નહી.
તેમણે કહ્યું કે મધ્યમવર્ગ, યુવા પેઢી, બેરોજગાર, વિક્રેતાઓ, કિસાનોની સ્થિતિ ધ્યાનમાં રાખવી જરૂરી છે. પૂર્વ નાણાંમંત્રી યશવંતસિંહાએ જીએસટીને લાગુ કરવાની સરકારની પદ્ધતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જીએસટી એવા સમયે આવી ગઈ જ્યારે લોકો નોટબંધીના ગતિરોધના પ્રભાવમાં હતા. તેમણે કહ્યું કે બિહારમાં લોકો ભોજપુરીમાં જીએસટી એટલે ગેલ સરકાર તોહર (આપકી સરકાર ચલી ગઈ) અર્થ કરે છે. લોકો કહે છે કે હવે બધુ ખતમ થઈ ગયું છે. ટિકિટ કપાઈ જવાના ડરે નેતાઓ મૌન હતા. વિરોધીઓએ સિંહાના લાપતાના પોસ્ટરો લગાવ્યા છે. તેઓ લોકપ્રિય હોવા છતાં મંત્રી ન બનાવ્યા. પટના સાહેબ બેઠકના લોકોને તે પ્રેમ કરે છે.