(એજન્સી) પટના, તા.૩
હોળીની સવાર પટનામાં લોહિયાળ બની ગઈ રાજધાનીના આલમગંજ વિસ્તારમાં એક અપરાધી ચરિત્રના યુવકે બધાને સામે ગોળી મારી હત્યા કરી અપરાધી ફરાર થઈ ગયા બોટિંગ કેનાલ રોડ પર ધરપકડથી બચવા માટે બે યુવકોએ પોલીસ પર હુમલો કર્યો. લખીસરાયમાં પણ એક યુવકની હત્યા કરી ફેંકેલો મૃતદેહ મળ્યો. અપરાધીઓએ બકસામાં એક મરઘા વેચનાર વ્યક્તિનું ગળું ચીરી નાંખ્યું અને બંગૂસરાયમાં મિત્રોએ યુવકની ગોળી મારી હત્યા કરી નાંખી સમસ્તીપુર એક વ્યક્તિની હત્યા માટે કરવામાં આવેલી અંધાધૂંધ ગોળીબારથી બધા લોકો ડરી ગયા. કિશનગંજમાં એક પત્રકાર પર ચાકૂ વડે હુમલો કરવામાં આવ્યો. આવું એ માટે થયું જ્યારે હોળીને લઈ પોલીસે સુરક્ષા માટેનો ખાસ પ્રબંધ કર્યો હતો.
પટનામાં ધોળા દિવસે એક યુવકની હત્યા કરવામાં આવી. યુવક હજામની દુકાનમાં વાળ કપાવી રહ્યો હતો. આની વચ્ચે અપરાધીઓએ તેની ગોળી મારી હત્યા કરી નાંખી. હોલીની સુરક્ષાના પ્રબંધની વચ્ચે ધોળા-દિવસે બનેલી આ ઘટનામાં એ વિસ્તારમાં હજી લોકો સ્તબ્ધ છે.
બકસરના બગેન વિસ્તારમાં એકરાસી ગામમાં હોળીની સવારે મરઘાના માંસને લઈ થયેલ વિવાદમાં એક યુવકનું ગળું કાપી હત્યા કરવામાં આવી હતી. ઘટનાના વિરોધમાં લોકોએ રોડ પર ચક્કાજામ કરી ગુસ્સો જાહેર કર્યો હતો.
લખીસરાયમાં આશરે રપ વર્ષના એક યુવકની ગળામાં ફાંસી લગાવીને હત્યા કરવામાં આવી અને મૃતદેહને રોડના કિનારે ફેંકી દેવામાં આવ્યો. સમસ્તીપુરના મુસરીઘટારીના સયૌલીગામમાં બદમાશોએ અંધાધૂંધ ફાયરિંગ કરી એક વ્યક્તિની હત્યાનો પ્રયાસ કર્યો, જો કે તેઓ સફળ ન થયા, ઘટનામાં કોઈ ઘાયલ ન થયા પણ લોકોમાં ડર જરૂર ફેલાવ્યો હતો.