(એજન્સી) પટણા, તા.૨૦
બિહારની વિધાનસભા ચૂંટણી પહેલા મહાગંબધન માટે આંચકાજનક ઘટના બની હતી. પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીના નેતૃત્વવાળી હિન્દુસ્તાની આવામ મોર્ચા (સેક્યુલર) (એચએએમ-એસ)એ ગઠબંધન સાથે છેડો ફાડવાની જાહેરાત કરી હતી. જીતન રામ માંઝીની પાર્ટી એનડીએમાં જોડાશે, આ માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આગામી કેટલાક દિવસોમાં આ જોડાણ કરવામાં આવશે. પાર્ટીની કાર્યકારણીની કમિટિએ માંઝીને ભવિષ્યની કોઈપણ રણનીતિ માટે નિર્ણય લેવાની મંજૂરી આપી છે, એમ પાર્ટીના પ્રવક્તા દાનિશ રિઝવાને જણાવ્યું હતંુંં. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતુંં કે, એચએએમ-એસ જેડી-યુમાં વિલય થશે અથવા એનડીએમાં જોડાશે. આગામી સમયમાં બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રિઝવાને જણાવ્યું હતંુંં કે, રાજનીતી શકયતાઓ અને સંભાવનાઓથી ભરેલું ક્ષેત્ર છે. આ અગાઉ માઝીએ બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારના નિર્ણયોની જાહેરમાં પ્રશંસા કરી હતી.
મહાગઠબંધનના ભાગ રૂપે માઝીની પાર્ટીએ લોકસભાની ચૂંટણી લડી હતી. માંઝી છેલ્લા કેટલાક સમયથી ઔવેસીની પાર્ટી સહિત અન્ય પક્ષો સાથે ગઠબંધન કરવાની શકયતાઓ ચકાસતા હતા. માઝીની પાર્ટી વિધાનસભા અને વિધાનપરિષદમાં એક એક સભ્ય ઘરાવે છે.