(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૧
નાપા તળપદ ગામની સરદાર પટેલ યુનિવર્સીટી સંલગ્ન આદર્શ સાયન્સ કોલજનાં વિદ્યાર્થીઓ બી.એસ.સી ડિગ્રીનીં છઠ્ઠા સેમેસ્ટરમાં ગત ઓગષ્ટ ૨૦૧૯-૨૦માં લેવાયેલી ઓફ લાઈન પરિક્ષામાં ઉચ્ચ ટકાવારી સાથે ઉતિર્ણ થઈને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે, અને આદર્શ સાયન્સ કોલેજનું ગૌરવ વધાર્યું છે. બી.એસ.સીની ડિગ્રીનાં છઠ્ઠા સેમેસ્ટરમાં આદર્શ સાયન્સ કોલેજની વિદ્યાર્થી પટેલ સાલીહા મ.ઈકબાલએ કેમીસ્ટ્રીમાં ૯.૨૫ જીપીએ, પઢીયાર મિત્તલબેન કે.એ કેમીસ્ટ્રીમાં ૮.૮૮ જીપી.એ, સૌદા યુનુસભાઈ બડાભાઈએ માઈક્રોબાયોલોજીમાં ૮.૧૩ જીપીએ(યુનિવર્સીટીમા સાતમો ક્રમ)સાથે ઉતિર્ણ થઈને કોલેજનું નામ રોશન કર્યું છે. સંચાલક મંડળનાં પ્રમુખ, મંત્રીશ્રી અને કોલેજનાં આચાર્યએ ઉજ્જવળ પરિણામ મેળવવા બદલ સૌને અભિનંદન પાઠવી જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.