(એજન્સી) લખનઉ, તા. ૧૨
બીગ બોસ સ્પર્ધક સપના ચોધરીના કાર્યક્રમની ટીકિટ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તસવીરથી યુપી ભાજપમાં વિવાદ પેદા થયો છે. ભાજપ ધારાસભ્ય નિલિમા કટીયાર અને કાનપુર જિલ્લા ભાજપ ચીફ સુરેન્દ્ર મૈથાણી દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો. તેમણે આ અંગે વાંધો ઉઠાવ્યો હતો પરંતુ કાનપુરના મેયર પ્રેમિલા પાન્ડેએ એવું કહ્યું કે ટિકીટ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તસવીર લગાડવી કંઈ ખોટું નથી. આ મુદ્દે વાત કરતાં તેમણે કહ્યું કે આમાં કંઈ ખોટું નથી. મીડિયા પર નિશાન સાધતાં તેમણે હ્યું કે આ મુદ્દે બિનજરૂરી વિવાદ પેદા કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન કેટલાક લોકોએ બળજબરીપૂર્વક કાર્યક્રમમાં આવતાં ભારે હોબાળો મચ્યો હતો. ભાજપ ધારાસભ્ય નિલિમા કટીયાર અને કાનપુર જિલ્લા ભાજપ ચીફ સુરેન્દ્ર મૈથાણી દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો.તેમણે કહ્યું કે આ મુદ્દે ખોટો વિવાદ પેદા કરવામાં આવી રહ્યો છે. તેમાં કં ખોટું નથી. પરંતુ મીડિયા દ્વારા ખોટો અને બિનજરૂરી વિવાદ પેદા કરવામાં આવી રહ્યો છે.