બ્રિસ્બેન, તા.૧૯
બ્રિસ્બેન ખાતે રમાયેલી બીજી ડેનાઇટ વનડેમાં ઓસ્ટ્રેલિયા ઉપર ઇંગ્લેન્ડે ચાર વિકેટે જીત મેળવી હતી. આની સાથે જ શ્રેણીમાં ૨-૦ની લીડ મેળવી હતી. ૩૪ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે ઇંગ્લેન્ડે આ મેચ જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત ૫૦ ઓવરમાં નવ વિકેટે ૨૭૦ રન કર્યા હતા જેમાં ફિન્ચે સતત બીજી સદી ફટકારી હતી. ફિન્ચ ૧૦૬ રન કરીને આઉટ થયો હતો જેમાં નવ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. જવાબમાં ઇંગ્લેન્ડ તરફથી ટોપ ઓર્ડરના બેટ્‌સમેનો ફરી છવાયેલા રહ્યા હતા. બેરશો ૬૦, હેલ્સ ૫૭ અને રુટ ૪૬ રન કરીને પોતાની ટીમને જીત અપાવવામાં ચાવીરુપ ભૂમિકા અદા કરવામાં સફળ રહ્યા હતા.
બ્રિસ્બેન વનડે : સ્કોરબોર્ડ
ઓસ્ટ્રેલિયા ઇનિંગ્સ :
વોર્નર કો. રુટ બો. અલી ૩૫
ફિન્ચકો. રોય બો.પ્લન્કેટ૧૦૬
સ્મિથ એલબી બો. રુટ ૧૮
હેડ કો. એન્ડ બો. રુટ ૦૭
માર્શ સ્ટ. બટલર
બો. રશીદ ૩૬
સ્ટેનોઇશ કો. બટલર
બો. રશીદ ૦૪
વ્હાઇટ અણનમ ૧૫
કૈરી રનઆઉટ ૨૭
સ્ટાર્ક કો. રોય બો. વોક્સ ૦૩
ટાઈ રનઆઉટ ૦૮
વધારાના ૧૧
કુલ (૫૦ ઓવરમાં ૯ વિકેટે) ૨૭૦
પતન : ૧-૬૮, ૨-૧૧૦, ૩-૧૨૪, ૪-૨૦૯, ૫-૨૧૩, ૬-૨૧૬, ૭-૨૫૫, ૮-૨૬૧, ૯-૨૭૦
બોલિંગ : વુડ : ૯-૦-૫૫-૦, વોક્સ : ૯-૦-૩૭-૧, પ્લન્કેટ : ૮-૦-૪૩-૧, અલી : ૭-૦-૩૧-૧, રશીદ : ૧૦-૦-૭૧-૨, રુટ : ૭-૦-૩૧-૨
ઇંગ્લેન્ડ ઇનિંગ્સ :
રોય કો. ફિન્ચ બો. સ્ટાર્ક ૦૨
બેરશો કો. વોર્નર
બો. રિચર્ડસન ૬૦
હેલ્સ બો. રિચર્ડસન ૫૭
રુટ અણનમ ૪૬
મોર્ગન બો. સ્ટાર્ક ૨૧
બટલરકો. કૈરી બો. સ્ટાર્ક ૪૨
અલી બો. સ્ટાર્ક ૦૧
વોક્સ અણનમ ૩૯
વધારાના ૦૬
કુલ (૪૪.૨ ઓવરમાં ૬ વિકેટે) ૨૭૪
પતન : ૧-૨, ૨-૧૧૯, ૩-૧૨૯, ૪-૧૫૭, ૫-૨૨૫, ૬-૨૨૭.
બોલિંગ : સ્ટાર્ક : ૧૦-૦-૫૯-૪, રિચર્ડસન : ૧૦-૧-૫૭-૨, હેડ : ૭-૦-૫૫-૦, ટાઈ : ૯-૦-૪૭-૦, ફિન્ચ : ૩-૦-૧૭-૦, સ્ટેનોઇશ : ૪.૨-૦-૩૪-૦, માર્શ : ૧-૦-૪-૦