તા.૧૧
ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓ ટાણે રાજકીય પક્ષો સોશિયલ મીડિયા પર વિનોદવૃત્તિથી ભરેલા સૂત્રોના ઉચ્ચારણો કરે છે. ‘ગબ્બરસિંહ ટેક્ષ’ અને “વિકાસ ગાંડો થયો છે”, “હું છું વિકાસ, ગુજરાત”.
કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી, પાટીદાર નેતા હાર્દિક પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (એચ.ટી.), વિધાનસભાની ચૂંટણીઓ ગુજરાતમાં તદ્‌ન નજીક આવી ગઈ છે ત્યારે રાજકીય બધા પક્ષોના નેતાઓએ હાઈ-લેવલ ચૂંટણીનો પ્રચાર આરંભી દીધો છે પરંતુ સોશિયલ મીડિયા પર રાજકીય પક્ષોના ભયંકર શાબ્દિક યુદ્ધ ધ્યાનાકર્ષક હોય છે. ભારતીય જનતા પાર્ટી (બીજેપી) અને કોંગ્રેસ ચૂંટણી પ્રચારમાં ભેળસેળ કરેલંુ બધું પીરસી રહ્યાં છે. પરંતુ બીજા પક્ષો જેવા કે પાટીદાર તેઓને પણ ખૂબ સફળતા મળી રહી છે. તેઓ પણ સ્થાનિક ફ્લેવરમાં હાસ્ય અને વિનોદનું મિશ્રણ કરી રહ્યા છે. વિકાસ ગાંડો થયો છે. ટેલિવિઝન પર રજૂ થતાં પ્રખ્યાત ક્વિઝ શોમાં રૂા.૭ કરોડના શોમાં તેની પૂર્વભૂમિકા યાદ કરાવતા છેલ્લો પ્રશ્ન એવી કઈ વસ્તુ છે જે તમે સાંભળી શકો છો પરંતુ જોઈ શકતા નથી ? જવાબ- વિકાસ.
ગુજરાતીમાં આ વાયરલ થયેલો વોટ્‌સએપ સંદેશો મુખ્ય રાજકીય પક્ષોમાંથી ઉછાળ પામેલું નથી પરંતુ યુવાન પાટીદાર યુવકો દ્વારા અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ધૂમ મચાવે છે. તેમના નેતા અને સર્જક મીડિયા પર ચૂંટણીની સફળ ઝુંબેશ ચલાવનાર વિકાસ ગાંડો થયો છે. તે બીજો કોઈ નહીં પણ વીસ વર્ષનો સાગર સવાલિયા છે. એન્જિનિયરિંગનો વિદ્યાર્થી કે જેણે પોતાના મિત્ર અને પાડોશીના મૃત્યુ પછી રાજકારણમાં ઝંપલાવ્યું. તેનો મિત્ર સ્વેતાંગ પટેલ બે વર્ષ પહેલા પોલીસ સાથેના સંઘર્ષમાં મૃત્યુ પામ્યો હતો. સવાલિયા કહે છે અમે સ્વેતાંગને ગુમાવ્યો. રપ ઓગસ્ટ પછી પાટીદાર ઓબીસી રેલી અનામત ફાયદાઓની માગણી કરી રહ્યું હતું ત્યારે મારા ઘરનો એક ખૂણો તપાસવામાં આવ્યો. ત્યારપછીથી મેં કદી પણ બીજેપી તરફ જોયું નથી. સવાલિયા પાટીદાર નેતા હાર્દિક પટેલની નજીકતા ધરાવે છે જેનું પાટીદાર અનામત આંદોલન ચૂંટણીનો જોરદાર પ્રચાર કરી રહ્યાં છે અને વિનાશકારી આગની જેમ ચારે બાજુ ફેલાઈ ગયું છે. તે વોટ્‌સએપ અને ફેસબુક સુધી ફેલાઈ ગયું છે. હતાશ થયેલ સત્તાધારી બીજેપી ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણીઓ સળંગ છઠ્ઠીવાર જીતવા માંગે છે. વાયરલ થયેલા બીજા પણ કેટલાક સૂત્રો છે જેમાં વિકાસ એટલે હૃદય-આકારનું ચિત્ર જેમાં એક મોટું કાણું દેખાડવામાં આવ્યું છે. વિકાસ પ્રેમમાં પડ્યો છે. ખરબચડા અને મોટા ચીલા પડેલા માર્ગો પર પોસ્ટર લગાડવામાં આવ્યા છે. સાવચેત રહો, આગળ પુષ્કળ વિકાસ થઈ રહ્યો છે.
કોંગ્રેસ રર વર્ષ પછી બીજેપી પાસેથી ફરીથી સત્તા હાંસલ કરવા માંગે છે. પક્ષના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાતમાં પોતાના ભાષણોથી સભાઓ ગજગજવી છે. તેમણે પણ વિકાસ ગાંડો થયો છેના સંદર્ભમાં પણ બીજેપી પર હુમલા કર્યા. ચૂંટણીઓ વોટ્‌સએપ અને ફેસબુક પણ ભયંકર રીતે લડાઈ રહી છે. ચૂંટણી પ્રચાર માટે સોશિયલ મીડિયાનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે. ત્રણ વર્ષ પહેલા જેણે દિલ્હીનો રસ્તો મોકળો કરી આપ્યો હતો. હવે ગુજરાતની ચૂંટણીઓ ખૂબ જ નજીક છે બંને પક્ષો એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે. વિરોધપક્ષ માને છે કે વિકાસ ગાંડો થયો છેથી સફળતા મળશે તેમાં હાસ્ય અને રમૂજી ભાષાનો સમાવેશ થાય છે. રોહન ગુપ્તાએ જણાવ્યું કે અમે પહેલીવાર અમારા ઓનલાઈન વાર્તાલાપોમાં હાસ્ય અને રમુજનો ઉપયોગ કરી રહ્યા છીએ. કોંગ્રેસ પક્ષે રાહુલ ગાંધીના જીએસટી માટે ગબ્બરસિંહ ટેક્ષ શબ્દોનો ઉપયોગ સફળતાપૂર્વક રમૂજી ભાષામાં કર્યો. શોલેના ગબ્બરસિંહની યાદ અપાવી.
બીજેપીએ તેમની પોતાની ભાષામાં કરેલા નિવેદનોનો તેમની જ ભાષામાં જવાબ આપવા પ્રયત્નો કર્યા છે. ગુપ્તાએ કહ્યું અમે ર૦૦ જેટલા વીડિયો અપલોડ કર્યા છે. જેમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના છે. જેવા કે એક થા મોદી બીજા સૂત્રો જેવા કે મારા હાળા છેતરી ગયા, ધન્યવાદ મોટા સાહેબ, આયા પાછા છેતરવા, જો જો પાછા છેતરી ના જાય વિગેરે ગુપ્તાએ જણાવ્યું હવે ગુજરાતની ૧૮ર સીટો પર તેની કેવી અસર થાય છે. બીજેપીના નવા સૂત્રો ‘હું છું વિકાસ, હું છું ગુજરાત’ની જનતા ઉપર શી અસર પડે છે તે વિધાનસભાની ચૂંટણીઓમાં મતદાતાઓ બતાવશે.