(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની દીકરીએ પિતાની મુક્તિ માટે મોરચો ખોલી દીધો છે. તેઓએ રાષ્ટ્રપતિને પત્ર લખીને પિતાની મુક્તિની માંગ કરી છે. એટલું જ નહીં પિતાની મુક્તિ માટે તેઓએ એક આંદોલન ઊભું કરવાની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેજ પ્રતાપ યાદવે પણ આ મામલે એક પત્ર ટ્‌વીટર પર શેર કર્યો હતો. લાલુ યાદવની દીકરી રોહિણી આચાર્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે લાલુ યાદવની મુક્તિની માંગ કરી છે. આ માટે રોહિણીએ એક પત્ર પણ લખ્યો છે જેને તેઓએ ટ્‌વીટર પર શેર કર્યો હતો. પત્રમાં લખ્યું છે કે, દેશના મહામહિમ રાષ્ટ્રપતિને એક પત્ર આઝાદી પત્ર ગરીબોના ભગવાન આદરણીય શ્રી લાલુ પ્રસાદ યાદવ માટે. આ મુહિમ સાથે જોડાઓ અને પોતાના નેતાની આઝાદી માટે અપીલ કરો. જેમણે આપણને તાકાત આપી, આજે સમય તેમની તાકાત બનવાનો. અમે અને તમે મોટા સાહેબની તાકાત છે. રોહિણીએ આ ટિ્‌વટમાં અપીલ કરી છે કે, લાલુને ચાહનાર પટના ઇત્નડ્ઢ ઓફિસમાં ૩ વાગ્યે પહોંચો અને લાલુ યાદવની મુક્તિ માટે અપીલ કરે. રોહિણીના આ ટિ્‌વટને લાલુના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે પણ રિટિ્‌વટ કર્યો છે અને લખ્યું છે કે, ગરીબોના મસીહા આદરણીય શ્રી લાલુ પ્રસાદ યાદવ માટે આઝાદી પત્રને મહામહિમ રાષ્ટ્રપતિ સુધી પહોંચાડો.