મુંબઇ,તા.૧૧
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મહિલા ટી૨૦ ચેલેન્જની તારીખો અને ટીમોની જાહેરાત કરી દીધી છે. તેની શરૂઆત ૪ નવેમ્બરથી થશે અને ફાઇનલ ૯ તારીખે રમાશે. ત્રણ ટીમો- સુપરનોવાઝ, ટ્રેલબ્લેજર્સ અને વેલોસિટીની કમાન ક્રમશઃ હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના અને મિતાલી રાજના હાથમાં ગશે. તેમાં ભારત સિવાય ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડની ખેલાડી ભાગ લેશે. ચાર મેચોની આ ટૂર્નામેન્ટ યૂએઈમાં રમાશે. રવિવારે બીસીસીઆઈએ અખબારી યાદી જાહેર કરી આ ટૂર્નામેન્ટના શેડ્યૂલ અને ટીમોની જાણકારી આપી. ત્રણેય ટીમોમાં ૧૫-૧૫ સભ્યો છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ચાર તારીખે સુપરનોવાઝ અને વેલોસિટી વચ્ચે રમાશે. તેની ફાઇનલ મેચ ૯ તારીખે રમાશે. થાઈલેન્ડની નત્તાહાકન ચંતમ, જે પોતાના દેશ માટે ટી૨૦ વિશ્વકપમાં અડધી સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર બની હતી તે પણ આ ટૂર્નામેન્ટમાં રમશે. આ ટૂર્નામેન્ટ રમનાર તે પ્રથમ થાઈ ક્રિકેટર હશે.
Recent Comments