નવી દિલ્હી,તા.૩૧
બી. સી. સી. આઈ.એ ઉત્તર પ્રદેશના ડાબોડી બેટ્‌સમેન રિન્કુ સિંહને અબુધાબીમાં અમાન્ય ટી-૨૦ લીગમાં રમવા બદલ ત્રણ મહિના સસ્પેન્ડ કર્યો હતો કે જે કારણે તેનું નામ ઈન્ડિયા-એ ટીમમાંથી કાઢી નાખવામાં આવ્યું છે.
ભારતીય ક્રિકેટ બૉર્ડે પીઢ ઓલ-રાઉન્ડર ઈરફાન પઠાણને કેરેબિયન પ્રીમિયર લીગમાં રમવા માટે પોતાનું નામ અગાઉથી જરૂરી પરવાનગી વિના નોંધણી કરવા બદલ ચેતવણી આપી છોડી દીધો હતો. તે મુજબ ભારતની ૧૯-હેઠળનાઓની ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અનુજ રાવત વિરુદ્ધ પણ મોરિશ્યસમાં બિનસત્તાવાર ટી-૨૦ લીગમાં બદનામ પાકિસ્તાની ક્રિકેટરો જોડે રમવા માટે કોઈ પગલાં ભરાયાં ન હતાં.