નવી દિલ્હી,તા.૧૫
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી બિનહરીફ બીસીસીઆઈનો આગામી અધ્યક્ષ બનવા માટે તૈયાર છે. પ્રશાસકોની નવી ટીમ ૨૩ ઓક્ટોબર પોત-પોતાનું પદ સંભાળશે. અધ્યક્ષ બનવાથી ગાંગુલીને ઓછામાં ઓછા ૭ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. બીસીસીઆઈ અધ્યક્ષ તરીકે ગાંગુલીનો કાર્યકાળ ૧૦ મહિનાનો હશે કારણ કે તેણે સપ્ટેમ્બર ૨૦૨૦ બાદ કુલિંગ ઓફ પીરિયડ પર જવું પડશે.
૪૭ વર્ષીય ગાંગુલી હાલ કોમેન્ટ્રી પણ કરે છે અને કોમર્શિયલ જાહેરાતો સાથે પણ જોડાયેલો છે. આ કારણે તેણે બીસીસીઆઈના અધ્યક્ષ બનવાથી મોટી રકમનું નુકસાન થશે. ગાંગુલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા ૨૦૦૩ના વિશ્વકપમાં રનર્સઅપ રહી હતી. તેને ખુબ આક્રમક કેપ્ટન ગણવામાં આવતો અને તે પોતાના નિર્ણય પર અડિગ રહેતો હતો.