નવી દિલ્હી તા.ર૭
ભારતના પૂર્વ વિકેટકીપર સૈયદ કિરમાણીએ કહ્યું છે કે ઓસ્ટ્રેલિયન ટીમ કપટી છે તેના પર ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂકવો જોઈએ આઈપીએલમાં ભાગ લેતા અટકાવવા જોઈએ તેમણે કહ્યું કે, જાણીજોઈને બોલ ટેમ્પરીંગ કરવો ગુનો છે અને સજા ફક્ત એક મેચનો પ્રતિબંધ મારા મગજમાં ઉતરતો નથી. અહિંયા તો ઓસી. ટીમ ઉપર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂકવો જોઈએ જો આવું ના થાય તો બાકી ટીમોએ ઓસ્ટ્રેલિયાનો બહિષ્કાર કરવો જોઈએ પણ આવું થતું દેખાઈ રહ્યું નથી આ કેટલો મોટો ગુનો છે તેનો અંદાજો તો ઓસ્ટ્રેલિયન વડાપ્રધાનના નિવેદનથી લાગી જવો જોઈએ તેઓ પોતે પોતાની ટીમની કરતૂતથી શરમજનક સ્થિતિમાં છે તેમણે કહ્યું કે, સ્મિથ અને વોર્નરને બલીનો બકરો કેમ બનાવાઈ રહ્યા છે આઈસીસી અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કોચ લેહમેન વિરૂદ્ધ પણ આકરા પગલાં ભરવા જોઈએ.