નવી દિલ્હી,તા.૧૫
શોએબ અખ્તરે સૌરવ ગાંગુલીને બીસીસીઆઈના નવા અઢકેયકસ બનાવવામાં આવતા આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું કે, ગાંગુલી આ પદ માટે યોગ્ય માણસ છે. ભારતીય ક્રિકેટને તે નવી ઊંચાઈઓ પર લઇ જશે. પૂર્વ વિકેટકીપર રાશિદ લતીફ સાથેની એક ચર્ચામાં શોએબે આ વાત કહી હતી. અખ્તરે કહ્યું કે, લોકો કહેતા હતા કે ગાંગુલી મારી સામે બેટિંગ કરતાં ડરતા હતા. તે વાત ખોટી છે. તે ક્યારેય મારાથી ડર્યા નથી. એવું હોત તો તેઓ ઓપનિંગ ન કરત.
રાવલપિંડી એક્સપ્રેસના નામથી ફેમસ અખ્તરે કહ્યું કે, વર્ષ ૨૦૦૦ સુધી ભારતીય ટીમ દબાણમાં રમતી હતી. સોરવે આ ટીમને લડત આપીને જીતતા શીખવાડ્યું છે. તેઓ યુવરાજ, હરભજન, ઝહીર અને નેહરા જેવા પ્લેયર્સ લઇને આવ્યો હતો. તે ફાસ્ટ બોલર્સના કપ્તાન હતા. જો તેઓ મારા કપ્તાન હોત તો ટેસ્ટ ક્રિકેટમાં મારા નામે ૫૦૦ વિકેટ હોત.