ડીસા, તા.૨૫
ડીસાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખામાં કામ કરતા સાત કર્મચારીને એક સાથે કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો હતો અને હરકતમાં આવેલ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બેંકનું કામકાજ બંધ કરી સમગ્ર વિસ્તારને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરી પ્રવેશબંધી ફરમાવવામાં આવી દીધી હતી. જો કે, સાત બેંકકર્મીને કોરોના પોઝિટિવ આવતા બેંકનું કામકાજ બંધ કરી દેવામાં આવતા અનેક ગ્રાહકો અટવાઈ ગયા હતા. જેમાં સિનિયર સિટીઝન, વેપારી અને ખેડૂતવર્ગને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. આ બાબતે બેંકના સૂત્રોએ જણાવ્યુ હતું કે, સોમવારે હેડ ઓફિસથી જે પ્રમાણે ગાઈડલાઈન જારી કરવામાં આવશે, તે રીતે આગળની કામગીરી હાથ ધરવામાં આવશે અને હાલ ગ્રાહકોને હાઇવે શાખાનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.