ડભોઈ, તા.૧૭
ડભોઈ તાલુકા સહિત કોરોનાના કેસો દિવસે-દિવસે વધી રહ્યા છે આજે વધુ ૭ કેસો પોઝિટિવ આવ્યા છે. ત્યારે ડભોઈમાં કોરોના આંક ૩૦૦ને પાર ગયો છે છતાં હજી સુધી બેંકો અને કચેરીઓની બહાર લાગતી લાઈનોમાં સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળે છે લોકોમાં જાગરૂતા આવે તે અનિવાર્ય છે. ડભોઈ પંથકમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે ૭ જેટલા કેસોનો વધારા સાથે ડભોઈમાં કોરોના આંક ૩૦૦ને પાર ગયો છે. જ્યારે આજે આરોગ્યતંત્રમાંથી મળતી માહિતી મુજબ કોરોનાના વધુ ૭ કેસો તાલુકા અને નગરમાં નોંધાયા છે જેમાં ડાંગીકુવા ગામે ૫૨ વર્ષીય આધેળ, ઝારોલાવાગા વિસ્તારમાં ૪૯ વર્ષીય યુવાન, મોહન પાર્ક સોસાયટીમાં ૫૧ વર્ષીય આધેળ, તાઈવાગામાં ૪૬ વર્ષીય યુવાન, કાયાવરોહણ ગામે ૫૬ વર્ષીય આધેળ, ક્યારે કહેવાવ ફળિયામાં ૫૨ વર્ષીય આધેળ અને ભીલાપુર ગામે ૫૨ વર્ષીય આધેળ મહિલા કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે ડભોઈ પંથકમાં સતત વધી રહેલ કોરોના ૩૦૦ને પાર ગયો છે છતાં ડભોઈ નગરની જનતામાં જાગૃતિનો અભાવ છે બેંકો તેમજ એટીએમ સહિત સરકારી કચેરીઓની બહાર તેમજ બજારોમાં સોશિયલ ડિસ્ટન્સનો સંપૂર્ણ અભાવને પગલે કોરોના સતત વધી રહ્યો છે. આરોગ્ય તંત્ર દ્વારા સતત સંક્રમણ અટકવા પ્રયાસો કરાઈ રહ્યા છે.