અમદાવાદ, તા.૧૩
અમદાવાદમાં એરડોર ગ્રુપના બેન્ક ફ્રોડના કેસમાં ઈડીએ દરોડો પાડ્યો હતો અને એરડોર ગ્રુપની ર૦૦ કરોડથી વધુની સંપત્તિ પીએમએલએ એક્ટ અંતર્ગત જપ્ત કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ ઈડી દ્વારા એરડોર ગ્રુપના બેન્ક ફ્રોડના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે જે અંતર્ગત ઈડીની ટીમે તપાસ હાથ ધરતાં એરડોર ગ્રુપની સંપત્તિ પીએમએલએ એક્ટ અંતર્ગત જપ્ત કરી છે. જેમાં સેટેલાઈટની ૧, બોડકદેવની ૪, એલિસબ્રિજની ઓફિસ, અંબાળીમાં પ, ગોકુલધામમાં ૧૦ અને સુરતની બિનખેતી જમીન જપ્ત કરી છે. આશરે ર૦૪.ર૭ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. એરડોર ગ્રુપના પ્રમોટર ભરત શાહ, ગીતા શાહ અને ફેનિમ શાહ સામે ૪૮૮ કરોડની બેંક છેતરપિંડીનો કેસ થયો છે.