બેંગ્લુરૂ,તા.૧૫
બેંગ્લુરૂમાં એક ડેટિંગ વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન મિત્ર બનેલ મહિલા દ્વારા ૩૪ વર્ષીય બિઝનેસ મેન સાથે ૬૦ લાખની છેતરપિંડી થઈ હોવાની ચોંકાવનારી ઘટના બની છે. અહેવાલ મુજબ બિઝનેસ મેનએ ગત વર્ષ ડેટિંગ વેબસાઈટ પર પોતાનું પ્રોફાઈલ ખોલ્યું હતું. આ વેબસાઈટ પર ‘શોમ્પા-૭૬’ આઈડી ધરાવતી મહિલા સાથે તેની મિત્રતા બંધાઈ હતી. ઠગાઈ કરનાર મહિલા કલકત્તા નિવાસી અર્પિતા હોવાનું જાણવા મળ્યું હતું. બિઝનેસ મેનએ સાયબર ક્રાઈમ પોલીસમાં અર્પિતા સામે કેસ દાખલ કર્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ડેટિંગ વેબસાઈટ પર લાંબી વાતચીત બાદ અર્પિત અને બિઝનેસ મેને વોટસએપ નંબરની આપ લે કરી હતી. થોડા દિવસો બાદ અર્પિતાએ બિઝનેસ મેન પાસે મદદની માગ કરી હતી. અર્પિતાએ તેના પિતા હોસ્પિટલમાં દાખલ હોવાનું જણાવી બિઝનેસ મેન પાસેથી ૩૦ હજાર રૂપિયા પડાવી લીધા હતા. જે તેના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ થોંડાક દિવસો પછી અર્પિતા સતત નાણાની માગ એમ કહીને કરવા લાગી કે તેના પિતા કોલકતાના બીએમ બિરલા હાર્ટ રિસર્ચ સેન્ટરમાં દાખલ છે. આ દરમ્યાન બિઝનેસ મેને વર્ષ ૨૦૧૭થી ૨૦૧૮ દરમ્યાન રૂપાલી મજુમદાર નામના ખાતામાં ૧૯ લાખ અન કુશન મજુમદારના ખાતામાં ૪૦.૭ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. ત્યારબાદ અર્પિતાએ તે મેસેજ કે ફોન પર વાતચીત બંધ કરી દીધી હતી. આ ઘટના બાદ બિઝનેસમેનને શંકા થઈ હતી અને તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળતા તેણે સાયબર ક્રાઈમ પોલીસમાં અર્પિતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું લગ્ન વિષય પર અને ડેટિંગ વેબસાઈટમાં સાયબર અપરાધી ઉંમરલાયક અથવા અલગ રહેતા સ્ત્રી-પુરૂષ સાથે સંબંધ માટે શોધે છે અને ઉદ્યોગપતિઓને નિશાન બનાવી નાણા પડાવે છે.