બેંગલુરૂ, તા.૨૮
આઈપીએલનો રોમાંચ ક્રિકેટ ચાહકોના માથા પર સવાર થઈ રહ્યો છે ત્યારે બેંગ્લોરની આરસીબી ટીમે એક એલાન કરીને લોકોનુ દીલ જીતી લીધું છે.
આરસીબી અને કર્ણાટક ક્રિકેટ એસોસિયેશન બેંગ્લોરમાં આઈપીએલની જેટલી પણ મેચો રમાશે તેમાં સેનાના જવાનોને આમંત્રણ આપશે.
૨૮ માર્ચથી ૪ મે સુધી બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જેટલી પણ મેચ યોજાશે તે દરેક મેચમાં સેનાના ૬૦ જવાનોને મેચ જોવા માટે આમંત્રણ આપવામાં આવશે.આ માટે કોઈ પણ જાતનો ચાર્જ નહી લેવાય.
આ પહેલા પણ આઈપીએલનો ઉદ્‌ઘાટન સમારોહ રદ કરીને સુરક્ષાદળોને ૨૦ કરોડ રૂપિયાનુ ડોનેશન આપવાની જાહેરાત ભારતીય ક્રિકેટ બોર્ડે કરી હતી.