(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૬
ડુમસ મગદલ્લા રોડ સ્થિત લક્ઝરિયા બિઝનેશ હબમાં આવેલ ટેલેન્ટ એરા સોલુંશન એન્ડ સર્વિસિસ કંપનીના માલિકે રાજસ્થાનના એન્જિનિયરને તેની દીકરીનું બેંગ્લોરમાં મેડિકલ કોલેજમાં એડમિશન અપાવાને બહાને રૂપિયા ૩૦ લાખ પડાવી લીધા બાદ એડમિશન કરાવી નહી આપી ઓફિસ બંધ કરી રફૂચક્કર થઈ ગયા હતા. ઉમરા પોલીસના જણાવ્યા મુજબ રાજસ્થાન કોટા તૂતિય કેશોપુર પરિજાત લોકોની મહાવીરનગર ખાતે રહેતા એન્જિનિયર અનિલ ગાલવ શંકર ગાલવે ડુમસ મગદલ્લા રોડ લક્ઝરીયા બિઝનેશ હબમાં આવેલ ટેલેન્ટ એરા સોલુંસન એન્ડ સર્વીસીસ કંપનીના માલિક સામે ૩૦ લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. જેમાં અનિલભાઈએ જણાવ્યું હતું કે, તેઓ આરોપી તેની દીકરીનું બેંગ્લોરની વૈદેહી મેડિકલ ઈન્ડસ્યુટ એન્ડ રીચર્સ સેન્ટરમાં એમબીબીએસમાં એડમિશન કરાવી આપવાની વિશ્વાસ આપી રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદ એડમિશન કરાવી નહી આપી બેન્ક ખાતામાં રૂપિયા ન હોવા છતાંયે ચેક આપી ઓફિશ બંધ કરી નાસી ગયો હતો. વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અનિલ ગાલવ ઓનલાઈન જાહેરાત જાઈને આરોપીનો સંર્પક કર્યો હતો, અનિલ ગાલવને તેની સાથે ઠગાઈ કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યાંથી ફરિયાદ ઝીરો નંબરથી દાખલ કર્યા બાદ ઉમરા પોલીસમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.