બેંગલોર, તા. ૪
બેંગલોરમાં આવતીકાલે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે રોમાંચક મેચ રમાનાર છે. વિરાટ કોહલીની ટીમ હજુ સુધી આશ્ચર્યજનક રીતે એક પણ મેચ જીતી શકી નથી. રોયલ ચેલેન્જર્સે હજુ સુધી ચાર મેચો રમી છે પરંતુ તેની તમામ ચારેય મેચોમાં હાર થઇ છે. કોલકત્તા નાઇટ રાઇડર્સની સ્થિતી સારી દેખાઇ રહી છે. કોલક્તાની ટીમે હજુ સુધી ત્રણ મેચો પૈકી બેમાં જીત મેળવી છે. કોહલી અને દિનેશ કાર્તિક આવતીકાલે સામ સામે આવનાર છે. આ મેચનુ પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આગામી સપ્તાહો સુધી હવે જોરદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૨માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી રહી છે. હવે આઇપીએલની રોમાંચકતા જોવા મળશે. તમામ ટીમોના સ્ટાર ખેલાડીઓ તેમાં ભાગ લઇ રહ્યા છે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે.આ ઉપરાંત પ્રતિબંધ બાદ ક્રિકેટમાં પરત ફરેલા ડેવિડ વોર્નરે પણ આવતાની સાથે જ જોરદાર બેટિંગ કરીને પોતાની કુશળતા દર્શાવી ચુક્યો છે. ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની તક રહેલી છે આઇપીએલમાં હજુ સુધી કેટલાક ખેલાડી તમામનુ ધ્યાન ખેંચી રહ્યા છે. જેમાં ડેવિડ વોર્નર, બેરશો અને ક્રિસ ગેઇલનો સમાવેશ થાય છે. રસેલ પણ જોરદાર દેખાવ કરી રહ્યો છે. જો કે વિરાટ કોહલી સહિતના ખેલાડી ફ્લોપ રહ્યો છે. ડિવિલિયર્સ પણ ફ્લોપ રહ્યો છે. બેંગ્લોરમા રમાનારી મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. બંને ટીમોના સ્ટાર ખેલાડી જોરદાર દેખાવ કરવા માટે સજ્જ છે. બેંગલોરમાં મેચ દરમિયાન કોઇ પણ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પણ પગલા લેવામાં આવ્યા છે. દિનેશ કાર્તિકના નેતૃત્વમાં કોલકત્તા ટીમ વધારે ફેવરીટ દેખાઇ રહી છે. બેંગલોરની પાસે પણ તક ઓછી દેખાઇ રહી છે. ટીમો નીચે મુજબ છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : કોહલી (કેપ્ટન), અક્ષદીપ નાથ, મોઇન અલી, યુજવેન્દ્ર, નિલ, ગ્રાન્ડહોમ, ડિવિલિયર્સ, દુબે, ગુરકિરત, હેટમાયર, હિંમતસિંહ, કુલવંત ખજુરિયા, ક્લાસેન, મિલિંદકુમાર, સિરાજ, પવન નેગી, દેવદૂત પાડીક્કલ, પાર્થિવ પટેલ, પ્રયાસ રાય, સૈની, સાઉથી, સ્ટેનોઇઝ, સુંદર, ઉમેશ યાદવ
કોલકત્તા નાઇટ રાઇડર્સ : દિનેશ કાર્તિક (કેપ્ટન), બ્રેથવેઇટ, ચાવલા, ડેનલી, ફર્ગુસન, ગુરને, કુલદીપ, લિન, મુંધે, નાગરકોટી, નાયક, નારેન, નોર્ટજે, ક્રિષ્ણા, પૃથ્વિ રાજ, નિતિશ રાણા, રસેલ, માવી, શુભમન ગિલ, રિન્કુ સિંઘ, રોબિન ઉથ્થપા સક્સેના, ઇશાંત, શો, નાથુસિંઘ, ટેવટિયા, વિહાર, જયંત યાદવઉ

મેચની સાથે સાથે

બેગ્લોરમાં ઐતિહાસિક મેદાન ખાતે જંગ ખેલાશે
વિરાટ કોહલીના નેતૃત્વમાં બેંગલોરની ટીમ હજુ સુધી એક પણ મેચ જીતી શકી નથી જેથી તેની પાસે શાનદાર દેખાવ કરવાની સુવર્ણ તક રહેલી છે
કોહલની ટીમ હવે હારશે તો તેની વાપસી ખુબ મુશ્કેલ બનશે
કોલક્તાની ટીમ હોટફેવરીટ ટીમ તરીકે મેદાનમાં ઉતરશે
કોહલી, ડિવિલિયર્સ સહિતના ખેલાડી પર તમામ ચાહકોની ચાંપતી નજર રહેશે
મેચને લઇને બેંગલોરમાં તમામ તૈયારી કરી લેવાઇ
મેચનુ આવતીકાલે રાત્રે આઠ વાગ્યાથી પ્રસારણ કરાશે