(એજન્સી) બેંગલુરૂ, તા.૩
પોલીસે ગત વખતે બેંગ્લોરમાં ટાઉન હોલની બહાર પ્લેકાર્ડ સાથે રામચંદ્ર ગુહાને ઉભા રહેવા દીધા હતા પરંતુ હવે ઇતિહાસકારને વિધિસર રીતે વિરોધ કરવા દેવામાં આવશે નહીં, શું દેખાવ કરવા માટે ઇતિહાસકાર મંજૂરી માગશે ? વિરોધ કરવા માટે બેંગલોરના સૌથી લોકપ્રિય સ્થળને દેખાવકારો માટે સત્તાવાર રીતે પ્રતિબંધિત જાહેર કરી દેવામાં આવ્યુંં છે. બેંગ્લોરની ભાજપ નિયંત્રિત મહાનગરપાલિકાએ બુકીંગ્સને ટાંકીને શહેરના ટાઉન હોલની બહાર બધા પ્રકારના વિરોધ પ્રદર્શન સામે પ્રતિબંધ લાદી દીધો છે. બેંગ્લોરના મેયર ગૌતમ કુમારે બૃહદ બેંગલુરૂ મહાનગર પાલિકા (બીબીએમપી) કાઉન્સિલના સત્રમાં શનિવારે જણાવ્યું હતું કે શહેરના ટાઉન હોલની બહારના સ્થળનો દર રોજ વિરોધ પ્રદર્શન કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હોવાથી ઇવેન્ટ માટે કોઇ પણ ટાઉન હોલ હાયર કરી રહ્યું નહીં હોવાથી સર પુટ્ટન્ના ચેટી ટાઉન હોલ આવક ગુમાવી રહ્યું છે. વર્ષોથી દેખાવકારો ટાઉન હોલ તરફ જતા પગથિયા પર બેસી જાય છે. નગરનિગમથી પથ્થર ફેંકવામાં આવે છે. સિટી કાઉન્સિલના કોંગ્રેસના સભ્ય અબ્દુલ વાજિદે બીબીએમપીના ઠરાવની ટીકા કરી છે અને પત્રકારોને જણાવ્યું કે નાગરિકતા સુધારા કાયદા (સીએએ) સામે હજારો લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે તેઓ લોકોના અધિકારો છીનવી રહ્યા છે.