• સુરત બાદ સૌથી વધુ કોરોનાના નવા કેસ અમદાવાદમાં નોંધાયા • રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૧,૩૦,૩૯૧એ પહોંચ્યો જ્યારે ૩૩૯૬ લોકોનાં મોત

અમદાવાદ, તા.રપ
રાજ્યમાં કોરોનાનો કહેર ઓછો થવાનું નામ લેતો નથી ત્યાં રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં વધુ ૧૪૪ર નવા કેસ નોંધાયા છે જ્યારે વધુ ૧ર દર્દીઓને કાળમૂખો કોરોના ભરખી ગયો છે એટલે રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૧,૩૦,૩૯૧એ પહોંચી ગયો છે. જ્યારે કોરોનાથી કુલ મોતનો આંકડો ૩૩૯૬એ પહોંચ્યો છે. ભારતમાં કોરોના વાયરસના કેસ ૫૭ લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં ૯૧ હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જે ખરેખર ચિંતાજનક બાબત છે. જો કે, રાજ્યમાં રિકવરી રેટ સારો છે. મહાનગરો બાદ બીજા ૪ જિલ્લાઓમાં પણ મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૧,૯૧૨ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી ૧૪૪૨ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો ૧,૩૦,૩૯૧ પર પહોંચ્યો છે. મહત્ત્વનું છે કે, રાજ્યમાં રિકવરી રેટ ૮૪.૭૪ ટકા છે. આજે દર્દીઓ ૧૨૭૯ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો ૧૧૦૪૯૦ પર પહોંચ્યો છે. આજે ૧૨ દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક ૩૩૯૬ પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસ ૧૬૫૦૫ છે. આજે મહાનગર રાજકોટમાં ૧૮૨, સુરતમાં ૨૮૫, અમદાવાદમાં ૧૨૫, જામનગરમાં ૧૦૧ અને વડોદરામાં ૧૦૯ દર્દીઓ સાજા થયા છે. આજે કોરોના વાયરસે ૧૨ દર્દીઓનો ભોગ લીધો છે. જેમાં અમદાવાદમાં ૩, સુરતમાં ૨, રાજકોટમાં ૨, વડોદરામાં ૨ અને બનાસકાંઠામાં ૧, ગાંધીનગર ૧ દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. સુરત બાદ અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં આજે ૧૮૨ કોરોનાના નવા કેસ સાથે કુલ આંકડો ૩૫,૮૫૪ પર પહોંચ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં અમદાવાદમાં સૌથી ૧૭૯૮ દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં આજે કુલ ૬૧,૯૧૨ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૪૧,૧૦,૧૮૬ ટેસ્ટ કરવામાં આવ્યા છે. વાત કરીએ રાજ્યમાં હાલના દર્દીઓની તો રાજ્યમાં હાલ ૧૬પ૦પ દર્દીઓ છે. જેમાં ૯ર દર્દી વેન્ટીલેટર ઉપર છે. જ્યારે ૧૬,૪૧૩ દર્દી સ્ટેબલ છે. તો બીજી બાજુ આત્યાર સુધી રાજ્યમાં ૧,૧૦,૪૯૦ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો ૩૩૯૬ લોકોનો કોરોનાથી મોત નિપજ્યા છે. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં સૌથી વધુ કેસો જ્યાં નોંધાયા છે તેમાં સુરત કોર્પોરેશનમાં ૧૮૪, અમદાવાદ કોર્પોરેશનમાં ૧૬૦, સુરતમાં ૧૧૬, રાજકોટ કોર્પોરેશનમાં ૧૧૧, જામનગર કોર્પોરેશનમાં ૧૦ર અને વડોદરા કોર્પોરેશનમાં ૯૪ કેસ નોંધાયા છે.