અમદાવાદ, તા.૩
શિક્ષિત લોકો પણ બેકારીના ભોગ બની રહ્યા છે ત્યારે શિક્ષિત યુવાન બેકારીના લીધે ચોરીના રવાડે ચડી ગયો છે અમદાવાદ શહેરમાં બી.કોમ સુધીનો અભ્યાસ કરેલા યુવાને કોમ્પયુટર રીપેરીંગનો કોર્સ કર્યો હોવા છતાં બેકારીને લીધે તે ચોરીના રવાડે ચડી ગયો હતો જેમાં તેણે નવ એટીએમમાં ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે જેમાં પોલીસે ચોરીના મુદ્દામાલમાં કુલ નવ લાખ રૂપિયાની મત્તા કબજે કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરના અમરાઇવાડી વિસ્તારમાં આવેલા રીટાનગર ના પ્રકાશ રો-હાઉસમાં રહેતા હાર્દિક હસમુખભાઈ પટેલ તેના ઘરેથી ઝડપી પાડયો હતો તેના ઘરે તપાસ કરતાં રૂપિયા નવલાખ બે હજારની રોકડ, એટીએમ કાપવાનુ ગ્રાઈન્ડર મશીન એટીએમમાં ફીટ કરેલા ડિવીઆર તેની હાર્ડડીસ્ક ,એટીએમ ઓપરેટ કરવાની ચાવી સહિતનો મુદ્દામાલ રૂપિયા ૯૫૯૮૧૪નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી હાર્દિક પટેલ બી.કોમ સુધીનો અભ્યાસ કરેલો છે અને કોમ્પ્યુટર રિપેરીંગ નો કોર્સ કરેલો છે.તે બેકાર હોવાના કારણે પોતે એટીએમ ચોરી કરવાના પ્રથમ પ્રયાસ આજથી ચાર વર્ષ પહેલાં કર્યો હતો પરંતુ તેમાં સફળ ન થતાં તેણે ગ્રાઈન્ડર મશીન,બ્લેડ, હથોડી વગેરે ચીજવસ્તુઓ ખરીદી કરી છેલ્લા ચાર વર્ષથી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કુલ નવ એટીએમમાં ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે આરોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે આથી જ ત્રણ દિવસ પહેલા કૃષ્ણનગરના મારુતિ પ્લાઝા ની સામે આવેલા એસબીઆઇના એટીએમ ઉપર પોતાની પત્ની સાથે રેકી કરવા ગયો હતો ત્યારબાદ પોતે એકલો જઈને એટીએમમાં ચોરી કરી હતી અને ચોરીથી મેળવેલા રૂપિયા પૈકીની ૫૦૦ના દરની નોટો પોતાની પત્ની સેજલને આપી હતી જો કે આરોપી યુટ્યુબ પર ઇન્ટરનેટના માધ્યમથી એટીએમ ઓપરેટ કરવાની તથા બીજી તમામ માહિતી મેળવતા હોવાની હકીકત સામે આવી છે જેથી હાલ આરોપીઓની વધુ પૂછપરછ કરીને વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં બેકારીનો ભોગ બનેલા એક શિક્ષિત યુવાને ચોરીના રવાડે ચઢી એટીએમમાં ચોરી કરી હોવાનું બહાર આવ્યુ ત્યારે આ શિક્ષિત યુવાનને રોજગારી મળી હોત તો શું ખરેખરમાં તેને ચોરી કરવી પડે ખરી તે સવાલ હાલ ચર્ચાનો વિષય છે.