ભરૂચ, તા.૧
નબીપુર ગામે બેંક ઓફ બરોડાની શાખામાં મેનેજર અને સ્ટાફની આડોડાઈના પગલે ત્રાહિમામ પોકારી ઉઠેલા ગ્રાહકોએ આજરોજ હલ્લાબોલ કરતાં હડકંપ મચી જવા પામ્યો હતો મોટી સંખ્યામાં એકત્રીત થયેલા ગ્રાહકોએ સામુહિકખાતા બંધ કરો અભિયાન પણ હાથ ધરતા બેંકના સૂત્રો મા સોંપો પડી જવા પામ્યો છે.
ભરૂચ જિલ્લાના નબીપુર ગામ ખાતે બેંક ઓફ બરોડા ની શાખા આવેલ છે. હાલમાં કોરોના મહામારી ચાલે છે ત્યારે બેંકની શાખામાં જ્યા ગ્રાહકોને પોતાના કામ અર્થે બેંકમાં જગ્યા હતી તે બંધ કરી બેંકને જ એવી રીતે સીલ કરી દીધી છે કે જાણે બેંકમાં આવતા તમામ ગ્રાહકો ર્ષ્ઠર્િહટ્ઠ થી સંક્રમિત હોય. ગ્રાહકો જ્યારે પૈસા જમા કરાવવા આવે ત્યારે રોકડ રકમ લઈને બહાર રસ્તા ઉપર પોતાના જીવના જોખમે ઉભા રહે છે. આ અંગે નબીપુર બેંકના અધિકારીઓને આજરોજ કેટલાક ગ્રાહકો એ રજુઆત કરતા ગ્રાહકો બેન્ક મેનેજર દ્રારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરાતા હંગામો વ્યાપી જવા પામ્યો હતો ગ્રાહકોએ મોટી સંખ્યામાં ભેગા થઇ બેંક મેનેજર તેમજ બેંક.ઓફ.બરોડા વિરુદ્ધ હોબાળો મચાવી એક ક્ષણે બેંકને તાળાબંધી કરવા મજબૂર કરી દીધી હતી ઉલ્લેખનીય છે કે નબીપુર બેંકમાં ઈન્ટરનેટ કનેકશન મ્જીદ્ગન્ દ્વારા આપવામાં આવેલું છે જે મ્જીદ્ગન્ નબીપૂર ખાતે પહેલેથીજ ઓરમાયું વર્તન રાખે છે તેના લીધે ગ્રાહકોના કામો થતા નથી અને વેપારીઓના ડ્રાફ્ટ બનતા નથી. આ બેંકનુ એક પાસબુક ની વિગતો પુરી પાડવાનું મશીન છે તે ફક્ત શોભાના ગાઠીયા જેવું છે. આ બેંક પાસે વ્હિકલ પાર્ક કરવાની પણ કોઈજ સુવિધા નથી. જો આ બધી સમસ્યાઓનું સમાધાન નહીં થાયતો વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.