(એજન્સી) તા.રર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ૧૯ જાન્યુઆરીની રાત્રે હિન્દી સમાચાર ચેનલ ‘‘ઝી ન્યૂઝ’’ને એક ઈન્ટરવ્યુ આપ્યો. આ ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ રાજનૈતિક, અર્થવ્યવસ્થા, આંતરરાષ્ટ્રીય બાબતો, જીએસટી, નોટબંધી અને રોજગાર જેવા કેટલાક મુદ્દાઓ ઉપર વાતચીત કરી છે.
આ ઈન્ટરવ્યુમાં જ્યારે એંકર સુધીર ચૌધરીએ સરકાર દ્વારા કરાયેલ રોજગારની તકો ઉપલબ્ધ કરાવવાના વચનોના સંદર્ભ ઉપર પ્રશ્ન પૂછયો ત્યારે તેમણે કહ્યું હતું કે જો કોઈ ઝીટીવીની બહાર કોઈ વ્યક્તિ ભજીયાનું વેચાણ કરી રહ્યો હોય ત્યારે શું તે રોજગારી કહેવાય કે નહીં ? પીએમ મોદી દ્વારા પકોડાની દુકાન લગાવવાને રોજગાર બતાવ્યા પછી સોશિયલ મીડિયા ઉપર તેમની ઘણી ટિપ્પણી કરવામાં આવી રહી છે.
આની વચ્ચે પાટીદાર નેતા હાર્દિક પટેલે પીએમ મોદી ઉપર તેમની ભજીયાની વાતને લઈને જોરદાર હુમલો કરાયો છે. હાર્દિક પટેલે કહ્યું કે બેરોજગાર યુવાનોને ભજીયાની લારી લગાવવાની સલાહ એક ચાવાળો જ આપી શકે છે.
પાટીદાર નેતા હાર્દિક પટેલે સોમવાર ર૧ જાન્યુઆરીએ ટ્‌વીટ કરીને કહ્યું કે બેરોજગાર યુવાનોને ભજીયાની લારી લગાવવાની સલાહ એક ચાવાળો જ આપી શકે છે. અર્થશાસ્ત્રી આવી સલાહ આપતા નથી. જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ ટિપ્પણી ઉપર સોશિયલ મીડિયા યુઝર્સે પીએમ મોદીનું જોરદાર ટ્રોલ કરેલ છે. ત્યાં જ કેટલાક યુઝર્સે દાવાની મજાક ઉડાડતા તેમના ઉપર કટાક્ષ પણ કર્યો છે. ઝી ન્યૂઝ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંગ્રેજી ન્યૂઝ ચેનલ ટાઈમ્સ નાઉને ઈન્ટરવ્યુ આપ્યો હતો.