(એજન્સી) તા.૧૮
બેહરીનમાં ૧૭ સામાજિક સંસ્થાઓ સહિત કામદાર વેપાર યુનિયનના સામાન્ય મહાસંઘે ઈઝરાયેલ સાથેના તેમના દેશના સામાન્યીકરણ કરારની નિંદા કરી છે અને ભાર મુકયો છે કે આ કરાર શાંતિ સ્થાપવાની દિશા તરફ દોરી જતું નથી. એનાદોલુ એજન્સીનો મંગળવારનો અહેવાલ બેહરીન અને યુએઈએ ઈઝરાયેલ સાથે મંગળવારે સામાન્યીકરણ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા. આ કરારનું આયોજન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમણે આ કરારને ઐતિહાસિક ગણાવ્યો હતો. એક સંયુકત નિવેદનમાં સામાજિક સંસ્થાઓએ જાહેરાત કરી કે અમે પેલેસ્ટીની કાજ અંગે બેહરીનના લોકોની સ્થિરતાનું પાલન કરીએ છીએ અને બંધારણની તે જોગવાઈઓ સાથે જે ઝાયોનિસ્ટ એન્ટિટી પ્રત્યે સામાન્યીકરણને ગુનાહિત બનાવે છે. નિવેદનમાં આગળ છે કે કેટલાક દેશો દ્વાર શરૂ કરાયેલા ઝાયોનિસ્ટ અસ્તિત્વ સાથેના બધા પ્રકારના સામાન્યીકરણ કરારોથી શાંતિની સ્થાપના થઈ નથી અને પેલેસ્ટીની લોકોના પચાવી પડાયેલા હકકો અને અધિકારો પુનઃ સ્થાપિત થયા નથી. જો કે સામાજિક સંસ્થાઓએ ભારપૂર્વ કહ્યું કે આ કરારોથી દુશ્મન (ઈઝરાયેલ)ને વધુ ગુનાઓ આચરવા પ્રોત્સાહન મળશે. પેલેસ્ટીન વિરૂદ્ધ, મુકદ્દસ અરબ અને મુસ્લિમ સ્થળો વિરૂદ્ધ જેમાં સૌથી અગત્યનું મુકદ્દસ જેરૂસલેમ છે. યુએસ વહીવટી હેઠળ, બેહરીન અને ઝાયોનિસ્ટ અસ્તિત્વ વચ્ચેના કહેવાતા શાંતિ કરારે અમને જબરદસ્ત આઘાત પહોંચાડયું છે અને બેહરીનના લોકોમાં આ અંગે આક્રોશ અને રોષ ભરાયો છે અને વ્યાપક લોકપ્રિય અસ્વિકાર છે. રાજકીય દળો, નાગરિક સામાજિક સંસ્થાઓ અને બેહરીનની બધી રાષ્ટ્રીય હસ્તીઓ એમાં સામેલ છે.