(એજન્સી) દુબઈ, તા.૧૧
બેહરીનના વડાપ્રધાન ખલીફા બિન સલમાન અલ-ખલીફાનું બુધવારે ૮૪ વર્ષની ઉંમરમાં અવસાન થયું છે. તેમના શરીરને સંયુક્ત રાજ્ય અમેરિકાથી પરત લાવવામાં આવશે જ્યાં તે પોતાના મૃત્યુ સમયે મેયો ક્લિનિક હોસ્પિટલમાં હતા. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દેશના રાજા હમદ બિન ઈસા અલ-ખલીફાએ વડાપ્રધાન માટે શોકનું એક સત્તાવાર અઠવાડિયું જાહેર કર્યું, જ્યારે મંત્રાલયો અને સરકારી વિભાગોને ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવશે. ૧૯૭૧માં બેહરીનની આઝાદીથી એક વર્ષ પહેલા ૧૯૭૦માં પ્રિન્સ ખલીફા વિશ્વમાં સૌથી લાંબા સમય સુધી સમય આપનારા વડાપ્રધાન હતા. તેમનો જન્મ ર૪ નવેમ્બર ૧૯૩પમાં થયો હતો. અને પહેલા તેમણે રાજ્ય પરિષદ અને સર્વોચ્ચ સુરક્ષા પરિષદના પ્રમુખ તરીકે કાર્ય કર્યું હતું.