(એજન્સી) તા.૧ર
યુએઈ પછી બેહરીન પણ ઈઝરાયેલ સાથે સંપૂર્ણ રાજદ્વારી સંબંધો સ્થાપવા તૈયાર થયું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટિ્‌વટર પર પોસ્ટ કરેલા એક અમેરિકા, બેહરીન અને ઈઝરાયેલના એક સંયુક્ત નિવેદન મુજબ ઈઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહુ અને બેહરીનના કિંગ હમાદ બિન ઈસા અલ-ખલીફા વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીત પછી આ સમજૂતી અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિવેદનમાં ઈઝરાયેલ અને બેહરની વચ્ચેની આ સમજૂતીને ઐતિહાસિક ગણાવી કહેવામાં આવ્યું છે કે તેનાથી મધ્ય-પૂર્વમાં શાંતિ સ્થપાશે. સંયુક્ત નિવેદનમાં આ પણ કહેવામાં આવ્યું હતું કે આ બંને પ્રગતિશીલ સમાજો વચ્ચે સીધો વાર્તાલાપ શરૂ થવાથી મધ્ય-પૂર્વના અર્થતંત્રો પર હકારાત્મક અસર પડશે અને ક્ષેત્રમાં સ્થિરતા, સલામતી અને સમૃદ્ધિ વધશે.