(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
આંધ્રપ્રદેશને યોગ્ય નાણાકીય સહાયની માગ સાથે વિવાદ બાદ નરેન્દ્ર મોદી સરકારમાંથી આખરે ચંદ્રબાબુ નાયડુની ટીડીપીએ છૂટા થવાનો નિર્ણય લીધો હતો. ટીડીપીએ સાથે જ વિરોધી પક્ષ વાયએસઆર કોંગ્રેસ સાથે સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા પણ કહ્યું હતું. જગનમોહન રેડ્ડીની પાર્ટીએ ગુરૂવારે જ સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી દીધી હતી. ભાજપના અનંતકુમારે કહ્યું હતું કે અમે અવિશ્વાસ પ્રસ્તાવ માટે તૈયાર છીએ.
આ અંગે ૧૦ મુદ્દા
૧. લોકસભામાં હોબાળા વચ્ચે અધ્યક્ષ સુમિત્રા મહાજને વાયએસઆર કોંગ્રેસની અવિશ્વાસ પ્રસ્તાવને લીધો હતો અને તેને સોમવારે સુધી મુલતવી રાખતાકહ્યુ હતું કે ગૃહની કાર્યવાહી યોગ્ય રીતે ચાલી રહી નથી. આ નિર્ણયની કોંગ્રેસે ટીકા કરી હતી અને સરકાર પર આરોપ લગાવતા દેખાવો કર્યા હતા.ટીડીપીએ એનડીએમાંથી બહાર થવાની જાહેરાત કર્યા બાદ તેના સભ્યોએ સંસદમાં જ તલાક, તલાક, તલાકના સૂત્રો પોકાર્યા હતા.
૨. લોકસભામાં વાયએસઆરના નવ જ્યારે ટીડીપીના ૧૬ સાંસદો છે. અવિશ્વાસ મત મંજૂર કરાવવા માટે પાર્ટીએ ૫૦ સાંસદોની જરૂર પડે.
૩. સત્તાધારી પાર્ટીમાંથી છૂટા થઇ પોતાનો માર્ગ પસંદ કરવાનો નિર્ણય લીધા બાદ નાયડુએ વાયએસઆર કોંગ્રેસના અવિશ્વાસ મતનું સમર્થન કર્યુ હતું.
૪. આગામી વર્ષે રાજ્યની ચૂંટણી હોવાને પગલે આંધ્રપ્રદેશમાંથી બે અવિશ્વાસ મત આવ્યા હતા જો કે તે સરકાર માટે હજુ ખતરારૂપ નથી તેના લોકસભામાં પુરતા સભ્યો છે.
૫. નાયડુએ મોદી સરકારમાંથી પોતાના બે મંત્રીઓને પરત ખેંચી લીધા હતા. જગન મોહન રેડ્ડીના અવિશ્વાસ પ્રસ્તાવ વિશે તેણે કહ્યું હતું કે તેઓ મોદી સરકાર સાથે વાત કરી રહ્યા છે.
૬. નાયડુએ જનસેનાના અધ્યક્ષ પવન કલ્યાણ દ્વારા તેમની જાહેરસભા વિશે પણ ગુસ્સે ભરાયા હતા. અભિનેતામાંથી નેતા બનેલા કલ્યાણે મુખ્યમંત્રી પર આરોપ લગાવ્યો હતો કે, નારા લોકેશ ભ્રષ્ટાચાર કેસ અંગે મુખ્યમંત્રી ભાજપ સાથે સોદો કરી રહ્યા છે. નાયડુ માટે રાજ્યમાં તેમની સાખ બચાવવું જ મુખ્ય છે.
૭. ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિમ્હાએ કહ્યું કે, અમે ભયજનક સ્થિતિમાં નથી. ટીડીપીની એનડીએમાંથી ખસી જવું આંધ્રપ્રદેશમાં ભાજપને મોટી તક સમાન છે. તેમણે કહ્યું કે, તેમની પાર્ટી આંધ્રપ્રદેશમાં એક વર્ષમાં ઘણું કામ કર્યું છે અને ત્રિપુરામાં જે રીતે ૨૫ વર્ષના શાસનને સમાપ્ત કર્યું તે રીતે અહીં પણ પરિણામ આવશે.
૮. ઉત્તરપ્રદેશ અને બિહારની પેટા ચૂંટણીમાં હારના વાવાઝોડા બાદ ભાજપ માટે ટીડીપીનું ખસી જવું વધુ એક ફટકા સમાન છે.
૯. છેલ્લા બે વર્ષથી ભાજપને પરેશાન કરતી શિવસેનાએ પણ મહારાષ્ટ્રમાં અલગ ચૂુંટણી લડવાનીજાહેરાત કરી છે અને કહ્યું છે કે, મોદી લહેર સમાપ્ત થઇ.શિવસેનાએ એમ પણ કહ્યું છથે કે, તે અવિશ્વાસ પ્રસ્તાવ પર વિચારણા કરશે.
૧૦. ચંદ્રબાબુ નાયડુએ પોતાના પક્ષના નેતાઓ અને સાંસદો સાથેવીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું હતું કે પેટાચૂંટણીના પરિણામો દર્શાવે છે કે, આ મોદી વિરોધી અને ભાજપ વિરોધી લહેર છે.