(એજન્સી) તા.૫
સંયુક્ત રાષ્ટ્રના બાળકોની એજન્સીએ જણાવ્યું કે પાછલા ત્રણ દિવસમાં યમનમાં એક મહિનાના બાળક સહિત ઓછામાં ઓછા ૧૧ બાળકોની હત્યા થઈ છે. રાષ્ટ્રપતિ અબ્દે રબ્બૂ મન્સુર હાદીની આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા મેળવેલ સઉદી સમર્થિત સરકારે હુમલાઓ માટે હૌથીઓને દોષી ગણાવ્યા. યમનના યુનિસેફના પ્રતિનિધિ ફિલિપ ડોમેલે જણાવ્યું કે બાળકોની હત્યા ભયાવહ છે. બાળકોને દરેક સ્થિતિમાં સંરક્ષિત કરવા જોઈએ. મૃત્યુ પામનારાઓની સંખ્યા વધુ થઈ શકે છે. હૌથીઓના એક પ્રવક્તાએ ટિપ્પણીના અનુરોધનો તાત્કાલિક જવાબ આપ્યો નહીં. ગત નવેમ્બરમાં સૈન્ય સૂત્રોએ જણાવ્યું કે યમનના દક્ષિણ પશ્ચિમી શહેર તાઈજમાં એક આવાસીય પાડોશ પર ઈરાની સમર્થિત હૌથી સમૂહ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં પાંચ યમની બાળકો ઘાયલ થઈ ગયા. સેવ ધ ચિલ્ડ્રન મુજબ ર૦ર૦ના પ્રથમ દસ મહિનાના રણનીતિક બંદર શહેર હુદેદામાં ૬૦૦થી વધુ નાગરિક મૃત્યુ પામ્યા છે અથવા ઘાયલ થયા છે. યમન વિશ્વના સૌથી મોટા માનવીય સંકટની વચ્ચે છે. યુદ્ધ હવે પાંચ વર્ષથી વધુ લાંબું છે અને ૧ર.૩ મિલિયન બાળકોને મદદની જરૂર છે.