(સંવાદદાતા દ્વારા) ભૂજ, તા.૯
કોરોના મહામારીને નાથવા એક તરફ સમગ્ર કચ્છનું વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર રોકાયેલું છે. ત્યારે પૂર્વ કચ્છમાં રાપર તાલુકાના હમીરપર ગામમાં આજરોજ બપોરે હિંસક ધિંગાણામાં એક સાથે પાંચ યુવકોની હત્યા થતાં કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર મચી ગઈ છે. બનાવની વિગત એવી છે કે, હમીરપર ગામની સીમમાં કોલી અને રાજપૂત જૂથ વચ્ચે તિક્ષ્ણ હથિયારો સાથે ધિંગાણું થયું હતું. જેમાં પ યુવાનોના સ્થળ ઉપર જ મોત થયો છે. ૧ યુવક ઘાયલ થયેલ છે. પૂર્વ કચ્છ પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ પરીક્ષિતા રાઠોડ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. કોલી અને રાજપૂત જૂથ વચ્ચે અગાઉની અદાવતમાં આજનો આ હત્યાકાંડ સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.
એક સાથે પાંચ યુવાનોની હત્યા થતાં પોલીસના ધાડેધાડા બનાવ સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. હમીરપર ગામમાં આ બંને જૂથ વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી ઘર્ષણ વધી ગયું હતું. પરિણામે આજે બપોરે અથડામણ સર્જાઈ હતી.
બીજી તરફ આ સમગ્ર હત્યાકાંડમાં અત્યારે પ્રાપ્ત વિગત મુજબ મૃતક રાજપૂત જૂથના અને હત્યારા કોલી જૂથના છે. તમામ સભ્યો અત્યારે પરિવાર સહિત નાસી છૂટ્યા છે. મૃતકોના નામ હજુ જાણવા મળ્યા નથી.
બે જૂથ વચ્ચેના હિંસક ધિંગાણામાં પાંચ યુવકોની હત્યા થતાં ખળભળાટ

Recent Comments